કોર્પોરેટર નયન બ્રહ્મભટ્ટના પત્નીએ કોરોનાને માત આપી : ૪૫ દિવસે ઘરે આવ્યા
અમદાવાદ: અમદાવાદમાં ખોખરાના મ્યુનિસિપલ કોરપોરેટર નયન બહ્મભટ્ટ ના ધમઁપત્ની રક્ષાબેન ૪૭ વષઁ ના ને કોરોના રિપોટઁ પોઝિટીવ આવ્યા બાદ દોઢ મહિના થી હોસ્પિટલ મા સારવાર હેઠળ હતા. તેમને ૨૨ જુલાઈ મંગળવારે રજા આપવામાં આવી છે.
કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમણે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત વધુ ખરાબ થયા બાદ રૂમ એરમાંથી આઈ. સી.યુ. માં દાખલ કરવામાં આવ્યા હતા.તેમને ન્યુમોનિયાની પણ અસર થઈ હતી. એસ.વી.પી.હોસ્પિટલ ના તબીબો અને નર્સિંગ સ્ટાફની મહેનતના સારા પરિણામ મળ્યા હતા તેમજ રક્ષા બેન લગભગ ૪૫ દિવસ બાદ હેમખેમ ઘરે આવ્યા છે.
કોરોના ને મ્હાત આપી ઘરે પરત ફરતા પરિજનો સહિત શુભેચ્છકો અને કાર્યકરોએ ગુલાબ ની પાંખડીઓથી ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. કોર્પોરેટર નયનભાઈ એ એસ.વી.પી. હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો. મ્યુનિસિપલ કોરપોરેટર નયન બહ્મભટ્ટ સહિત સમગ્ર પરિવાર ક્વોરએન્ટીન થયો હતો જોકે નયન બહ્મભટ્ટ સતત લોકસેવામાં કાર્યરત રહેતા હોવા છતા તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો પરંતુ પત્ની કોરોનાથી સંકઁમિત થયા હતા.