કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા તૈયારી
નવીદિલ્હી: હલવા સેરેમનીની સાથે જ બજેટ દસ્તાવેજાના પ્રકાશનની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટ પહેલા સૌથી વધારે ચર્ચા કોર્પોરેટ ટેક્સમાં કાપને લઇને થઇ રહી છે. ઉદ્યોગમંડળ સીઆઈઆઈએ આને ઘટાડીને ૨૦૨૩ સુધી ૧૫ ટકા કરવાની માંગ કરી છે. આ પગલાથી મૂડીરોકાણમાં તેજી આવવાની શક્યતા દેખાઈ રહી છે.
કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવ્યા બાદ બજેટમાં કયા પગલા લેવામાં આવે છે તેને લઇને જારદાર ચર્ચા છેડાઈ ગઈ છે. મોદી સરકાર ૨૦૧૪થી સતત કેન્દ્રમાં છે. આવી સ્થિતિમાં કોર્પોરેટ ટેક્સને લઇને હજુ સુધી લેવામાં આવેલા મુખ્ય પગલાની વાત કરવામાં આવે તો પહેલી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે બજેટ ૨૦૧૮-૧૯માં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ કોર્પોરેટ ટેક્સમાં કાપની જાહેરાત કરી હતી.
૨૫૦ કરોડ રૂપિયા સુધી ટર્નઓવરવાળી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દરને ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવાની જાહેરાત કરી હતી તે પહેલા બજેટ ૨૦૧૭માં ૫૦ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દર ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવામાં આવ્યા હતા.