કોર્પોરેશનના નામે ફરતી ખોટી જાહેરાતે પેન્શનર્સને દોડતા કર્યા
પેન્શનના નાણા લઈ જવાની જાહેરાત સોશિયલ મીડિયામાં ફરતી કરાતા અમપા તંત્રે તાત્કાલિક ખુલાસો આપવો પડ્યો
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણા વિભાગના નામે સોશિયલ મિડીયામા જાહેરાત ફરતી થતા હજારો પેન્શનરો ધંધે લાગ્યા હતા. એએમસીના નામે પેન્શનરો માટે સિવિક સેન્ટર પર આવી પેન્શનના નાણા લઈ જવાની અસામાજિક તત્વો દ્વારા જાહેરાત સોશિયલ મિડીયામા ફરતી કરતા એએમસી તંત્રે ખુલાસો આપ્યો છે. તેમણે કહ્યું હતુ કે, આ પ્રકારની કોઈ જાહેરાત આપવામાં આવી નથી. એએમસી નાણા વિભાગના ચીફ એકાઉન્ટર અમીષ શાહે જણાવ્યું છે કે, એએમસી દ્વારા હજુ કોઈ જાહેરાત પેન્શનરો માટે કરાઈ નથી . હજુ તો સત્તાવાર મંજૂરી માટે કમિશનર સાહેબ પાસે ફાઈલ પેન્ડિંગ પડી છે.
એએમસી આ અંગે જાહેરાત આપવાની હતી તે પણ ૧૫ જૂન બાદ પરંતુ કોરોના વાયરસના પગલે સિનિયર સિટીઝનને રૂબરૂ ન આવું પડે તેથી હાલ આ નિર્ણય પણ મોકુફ રખાયો છે. આગાની ૧૫ ઓગસ્ટ બાદ રૂબરૂ પેન્શનરોને પેન્સના નાણાં અપાશે. કોઈ અસામાજિક તત્વો દ્વારા મજાક કરવામાં આવી છે અને એએમસીના નામે ખોટા જાહેરાત બનાવી સોશિયલ મિડીયામા ફરતી કરવામાં આવી છે. આ જાહેરાત સદંતર ખોટી છે. હાલ એએમસીએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
નોંધનીય છે કે, પેપરના કટિંગ સાથે સોશિયલ મિડિયામાં ફરતી થયેલી એક જાહેરાતે હજારો પેન્શનરોને સિવિક સેન્ટરના ધક્કા ખાતા કરી દીધા હતા. જાહેરાતમાં લખ્યું હતુ કે, તમારા નાણા લેવા માટે તમારે રૂબરૂ આવું પડશે. તેમાં પણ ૩૧ જૂન સુધી. નહિતર તમને ઓગસ્ટથી નાણા નહી મળે. આ પ્રકારની જાહેરાતથી ડરી સિનિયર સિટીઝન પેન્સરોએ સિવિક સેન્ટર પર દોડ મુકી હતી. જા આખરે એએમસી આ અંગે ખુલાસો કરાયો છે.
એક તરફ કોવિડ મામલે સિનિયર સીટીઝનને ઘર બહાર ન નીકળવા ઉચ્ચ અધિકારીઓએ અપીલ કરી છે. તો બીજી તરફ આજ લોકોને પોતાની હયાતી સાબિત કરવા રૂબરૂ બોલાવવાના આદેશથી કુતૂહલ ઉભુ થયું હતુ. રૂબરૂ નહિ આવે તો ઓગસ્ટ ૨૦૨૦થી પેન્શન બંધ કરવાની પણ ચીમકી અહીં આ જાહેરાત કરાઈ હતી.