કોર્પો.ના અધિકારીઓ ટાર્ગેટ સાથે કામ કરતા હોવાનો આક્ષેપ
અમદાવાદ, કોરોનાને લીધે વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. બજારમાં ઘરાકી નથી તેવામાં શહેર ટ્રાફીક પોલીસ અને કોર્પોરેશન દ્વારા ટાર્ગેટ સાથે વેપારીઓને આડેધડ દંડ ફટકારી રહ્યા છે. શહેરના ઘીંકાટા, પથ્થરકૂવા પાસે કાપડની દુકાનોના માલિકોએ ટ્રાફીક પોલીસની કનગડત સામે રીસતરનો મોરચો કાઢીને કાંરજ પોલીસ મથક દોડી ગયા હતા અને વેપારીઓએ માંગ કરી હતી કે, ટ્રાફીકની અડચણના થાય તે પ્રમાણે વાહન પાર્ક કરવામાં આવતા હોવા છતા ટ્રાફીક પોલીસ દ્વારા આડેધડ દંડ વસૂલવામાં આવે છે અને ખોટી રીતે વાહન ટ્રોઈંગ કરીને લઈ જઈને માતબર રકમ ખખેરવામાં આવી રહી છે. તો બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓ દુકાનમાં આવીને માસ્કની પહોંચ ફાડીને ખોટી રીતે દંડ વસૂલી રહ્યા છે. વેપારીઓએ આક્રોશ ઠાલવતા કહ્યુ હતુ કે, દિવસ કેવી રીતે પસાર કરી રહ્યા છે તેની ટ્રાફીક પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓને ખબર પડતી નથી છેલ્લા છ માસથી ધંધાને મોટી અસર થઈ છે.
નજીકમાં દિવાળીની તહેવાર આવી રહ્યા હોવાથી ધરાકી નીકળશે તેની આશાએ બેસી રહ્યા છીએ. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ અને ટ્રાફીક પોલીસ દ્વારા ખોટી રીતે કનગડત કરવામાં આવે છે. છેલ્લા કેટલાય દિવસોથી અમુક વિસ્તાકમાં જ ટ્રાફીક પોલીસ અને તેમની ટ્રોઈંગ વાહન વાહન ચાલકો પાસેથી દંડ વસૂલે છે અને વાહનો ઉપાડીને લઈ જાય છે.
સોમવારે ઝવેરીવાડ વાધણપોળ પાસે પાનના ગલ્લા અને આંગડિયા પેઢીમાં માસ્ક વગર દંડ વસૂલીને ગયા હતા. ખરેખર માસ્ક પહેર્યુ હોવા છતા ખોટી રીતે દંડ વસૂલવામાં આવ્યો હતો. આ વખતે વેપારીઓ એકઠા થતા સરકારી બાબુઓ કામકાજમાં રુકાવટ કરવાની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
છેલ્લા ઘણા સમયથી ટ્રાફીક પોલીસ પણ ટાર્ગેટ સાથે કામ કરી રહી છે વેપારીઓ જણાવી રહ્યા છે કે નજીકમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વેપારીઓની જરુર પડશે. સરકાર, સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યોઓ ટ્રાફીક પોલીસની હેરાનગતિ સામે રજૂઆત કરવી જોઈએ સાથો સાથ માસ્ક પહેરવુ અનિવાર્ય છે પરંતુ માસ્ક પહેરીને દુકાનમાં બેઠા હોવા છતા રોજની કાર્યવાહી કરવાના આંકડાની માયાજાળમાં ખોટી કાર્યવાહી કરવામાં આવે છે તેની સામે પણ રજૂઆત કરવી જોઈએ.SSS