Western Times News

Gujarati News

કોલકતાએ બેંગ્લોરના સામે ૧૩૯ રન બનાવીને મેચ જીતી

દુબઈ, આઈપીએલના પ્લે ઓફમાં આજે કેપ્ટન તરીકે વિરાટ કોહલીની અંતિમ મેચ હતી. કેમ કે, વિરાટ કોહલીએ આઈપીએલની આ સિઝન બાદ સુકાની પદ છોડવાની જાહેરાત કરી હતી. જાે કે, આ મેચમાં પણ કેપ્ટન તરીકે વિરાટ કોહલી ટીમને પ્લે ઓફ સુધી તો ખેંચી લાવ્યો હતો.

પણ તેને ચેમ્પિયન બનાવી શક્યો ન હતો. આજે બેંગ્લોર અને કોલકાતા વચ્ચેના એલિમિનેટર મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. ૨૦ ઓવરના અંતે બેંગ્લોરની ટીમ ૭ વિકેટના નુકસાન પર માત્ર ૧૩૮ રન બનાવી શકી હતી. કોલકાતા તરફથી સુનીલ નારાયણે ચાર વિકેટ ઝડપીને બેંગ્લોરની ટીમને ઘુંટણિયે પાડી દીધી હતી.

કોલકાતાની ટીમે ૧૯.૪ ઓવરમાં ૬ વિકેટના નુકસાન પર ૧૩૯ રન બનાવ્યા હતા. અને આમ કોલકાતાની જીત સાથે કેપ્ટન કોહલીની સ્વપ્ન રોળાઈ ગયું છે. હવે કોલકાતાની ટીમ દિલ્હી સાથે ટકરાશે અને તેમાં જે જીતશે તે ચેન્નઈ સાથે ફાઈનલ રમશે. કોહલીના સુકાની પદમાં વર્ષ ૨૦૧૬માં બેંગ્લોરની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. આ ઉપરાંત ૨૦૧૫ અને ૨૦૨૦માં પણ ટીમને પ્લે ઓફમાં પહોંચાડી હતી.

પણ સુકાની પદ તરીકેની પોતાની અંતિમ સિઝનમાં પણ વિરાટ કોહલી બેંગ્લોરની ટીમને સફળતા અપાવી શક્યો ન હતો. જેનો વસવસો તેને જીવનભર રહેશે. કોલકાતા તરફથી ઓપનર શુભમન ગિલ અને વેંકટેશ ઐય્યરે સારી શરૂઆત અપાવી હતી. ગિલે ૧૮ બોલમાં ૪ ચોગ્ગાની મદદથી ૨૯ રન બનાવ્યા હતા.

જ્યારે ઐય્યરે ૩૦ બોલમાં ૨૬ રન બનાવ્યા હતા. જાે કે, રાહુલ ત્રિપાઠી માત્ર ૬ રનો પર આઉટ થયો હતો. બાદમાં નીતિશ રાણા અને સુનીલ નારાયણે ટીમને સંભાળી હતી. રાણા ૨૫ બોલમાં ૨૩ રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બોલિંગમાં શાનદાર પ્રદર્શન બાદ સુનીલ નારાયણે બેટિંગમાં પણ આક્રમક અંદાજ દેખાડ્યો હતો. નારાયણે ૧૫ બોલમાં ૩ છગ્ગાની મદદથી ૨૬ રન બનાવ્યા હતા.

કોલકાતાની ટીમે ૧૯.૪ ઓવરમાં ૬ વિકેટના નુકસાન પર ૧૩૯ રન બનાવ્યા હતા. બેંગ્લોરના સુકાની તરીકે પોતાની અંતિમ મેચ રમી રહેલ વિરાટ કોહલીએ બેંગ્લોરની ટીમને સારી શરૂઆત અપાવી હતી. પણ ચાર ઓવર બાદ ઓપનર દેવદત્ત પડીક્કલ ૨૧ રન બનાવીને ક્લિન બોલ્ડ આઉટ થઈ ગયો હતો.

જાે કે, ત્યારબાદ બેટિંગ માટે ઉતરેલ શ્રીકર ભરતને સુનીલ નારાયણે ૯ રન પર આઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. જે બાદ વધુ એક વાર સુનીલ નારાયણે કહેર મચાવતાં ગ્લેન મેક્સવેલને ૧૫ રનો પર આઉટ કર્યો હતો. અને બાદમાં સુનીલ નારાયણે કેપ્ટન કોહલીને ૩૯ રનો પર આઉટ કર્યો હતો.

કોહલીએ ૩૩ બોલમાં ૫ ચોગ્ગાની મદદથી ૩૯ રન બનાવી શક્યો હતો. નારાયણ અહીંથી જ અટક્યો ન હતો, તેણે એબી ડી વિલિયર્સને ૧૧ રન પર આઉટ કર્યો હતો. આમ સુનીલ નારાયણે બેંગ્લોરના બેટિંગ ક્રમની કમર તોડી નાખી હતી. અને ૨૦ ઓવરના અંતે બેંગ્લોરની ટીમ ૭ વિકેટના નુકસાન પર ૧૩૮ રન જ બનાવી શક્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.