કોલકતામાં માર્ગ પર નોટોનો વરસાદ લોકો લુંટવા માટે નાસભાગ મચી
કોલકતા, પશ્ચિમ બંગાળના પાટનગર કોલકતાના બડાબજારના વેટિકલ સ્ટ્રીટમાં બપોરના સમયે માર્ગ પરથી પસાર થનાર લોકોના શરીર પર અચાનક ઉપરથી રૂપિયા પડવા લાગ્યા હતાં પહેલા તો લોકો ચકિત થઇ ગયા અને વિશ્વાસ થઇ રહ્યો ન હતો પરંતુ બંડલના બંડલ જયારે રૂપિયા પજયાં તો આસપાસના દુકાનદારો અને રાહદારીઓ વચ્ચે નાણાં લેવા માટે નાસભાગ મચી ગઇ હતી.૧૦૦,૫૦૦ અને બે હજાર રૂપિયાની લાખો નોટો ઉપરથી વરસવા લાગી અને લોકો તેને લુંટી રહ્યાં હતાં કેટલાક ખિસ્સા ભરી લીઘા હતાં.
કહેવાય છે કે આવકવેરા વિભાગના એક દરોડા દરમિયાન એક ઇમારતની બારીથી માર્ગ પર નોંટો ફેંકવામાં આવી છે આ રીતે અચાનક આકાશમાંથી પડી રહેલ નોટોને લુંટવા માટે લોકોની વચ્ચે હોડ જાવા મળી નોટો ફેંકવાનું કારણ જાણવા મળ્યુ નથી પરંતુ સ્થાનિક લોકોનું કહેવુ છે કે જયારે નોટ બારીથી ફેંકવાનુંં કારણ આવકવેરાના દરોડા છે.પહેલા તો કોઇને ખબર ન પડી પરંતુ જયારે રૂપિયાનો વરસાદ થયો તો લોકો એકત્રિત થયા અને ઇમારતની નીચે લુંટ કરવા લાગ્યા હતાં રૂપિયા છઠ્ઠા માળેથી ફેંકવામાં આવી રહ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ધટના સ્થળે પહોંચી ગઇ હતી અને લોકોને ત્યાંથી ભગાડયા હતાં આ ઇમારતમાં અનેક ખાનગી કંપનીઓની કચેરી છે જયાં બપોરના સમયે આવકવેરા વિભાગે દરોડા પાડયા હતાં પકડાઇ જવાના ભયે કેટલાક લોકોએ ઇમારતના છઠ્ઠા માળે આવેલ શોચાલયની બારીથી નોટોના બંડલ નીચે ફેંકી રહ્યાં હતાં.