Western Times News

Gujarati News

કોલકાતાએ રાજસ્થાનને ૬૦ રને પરાજય આપ્યો

દુબઈ: કેપ્ટન ઈયોન મોર્ગનની આક્રમક અડધી સદી બાદ પેટ કમિન્સની ઘાતક બોલિંગની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને ૬૦ રને કારમો પરાજય આપ્યો હતો. આ પરાજય સાથે જ રાજસ્થાન રોયલ્સ આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાંથી બહાર થઈ ગયું છે. જ્યારે કોલકોતાની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રહી છે.

કોલકાતાએ નિર્ધારીત ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૯૧ રનનો સ્કોર ખડક્યો હતો.

કોલકાતાએ ૧૯૨ રનનો મોટો લક્ષ્યાંક મૂક્યો હતો. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સનો ધબડકો થયો હતો. રાજસ્થાનની ટીમે ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૩૧ રનનો સ્કોર નોંધાવ્યો હતો. પેટ કમિન્સે વેધક બોલિંક કરતા ચાર વિકેટ ઝડપી હતી. અગાઉ કોલકાતાએ નિર્ધારીત ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૯૧ રનનો સ્કોર ખડક્યો હતો.

રવિવારે રાજસ્થાન રોયલ્સ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબનું અભિયાન પણ સમાપ્ત થઈ ગયું હતું. પંજાબને ચેન્નઈ સુપર કિંગ્સ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

પેટ કમિન્સની ઘાતક બોલિંગ સામે રાજસ્થાનનો ટોપ ઓર્ડર ઘૂંટણીયે પડી ગયો હતો.
૧૯૨ રનના કપરા લક્ષ્યાંક સામે રાજસ્થાનની શરૂઆત અત્યંત કંગાળ રહી હતી. પેટ કમિન્સની ઘાતક બોલિંગ સામે રાજસ્થાનનો ટોપ ઓર્ડર ઘૂંટણીયે પડી ગયો હતો. રાજસ્થાને ૩૭ રનના સ્કોર પર જ અડધી ટીમ ગુમાવી દીધી હતી. રોબિન ઉથપ્પા છ, બેન સ્ટોક્સ ૧૮, કેપ્ટન સ્ટિવ સ્મિથ ચાર અને સંજૂ સેમસન એક રન નોંધાવીને આઉટ થયા હતા.

જ્યારે રિયાન પરાગ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આમ રાજસ્થાનની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. ટોપ ઓર્ડર ધ્વસ્ત થઈ ગયા બાદ જોસ બટલર અને રાહુલ તેવાટિયાની જોડીએ લડત આપી હતી. જોકે, તેમની આ લડત ટીમને કારમા પરાજયથી બચાવા માટે પૂરતી ન હતી. આ ઉપરાંત શ્રેયસ ગોપાલે પણ સંઘર્ષપૂર્ણ બેટિંગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.