Western Times News

Gujarati News

કોલકાતા સામે કિગ્સ ઈલેવન પંજાબનો બે વિકેટે વિજય

દુબઈ: કોલકાતા અને પંજાબ વચ્ચે શારજાહ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ટી૨૦ મુકાબલો ચાલી રહ્યો છે. પંજાબે પહેલા ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. કોલકાતાએ પહેલા બેટિંગ કરતાં ૯ વિકેટ ગુમાવીને ૧૪૯ રન બનાવ્યા હતાં. જેથી પંજાબને ૧૫૦ રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકાતા તરફથી શુભમન ગિલે અડધી સદી ફટકારતા ધમાકેદાર ઈનિંગ રમી હતી અને ૪૫ બોલમાં ૫૭ રન બનાવ્યા હતાં.

વનડાઉનમાં ઉતરેલો રાહુલ ત્રિપાઠી પણ ખાસ કમાલ બતાવી શક્યો નહોતો
પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમની શરુઆત અત્યંત નબળી રહી હતી અને ઈનિંગના બીજા જ બોલે નિતિશ રાણા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ગ્લેન મેક્સવેલે રાણાની વિકેટ ઝડપી હતી. જે પછી વનડાઉનમાં ઉતરેલો રાહુલ ત્રિપાઠી પણ ખાસ કમાલ બતાવી શક્યો નહોતો અને સાત રન બનાવીને જ આઉટ થયો હતો.

શુભમન ગિલે ૪૫ બોલમાં ૫૭ રનની ઈનિંગ રમી હતી.
રાહુલની જગ્યાએ આવેલો દિનેશ કાર્તિક પણ ફ્લોપ રહ્યો હતો અને એકપણ રન બનાવ્યા વગર કે.એલ.રાહુલને કેચ આપી બેઠો હતો. જ્યારે એકબાજુ કોલકાતાની વિકેટો પડતી હતી તો બીજી બાજુ શુભમન ગિલે છેડો સાચવી રાખ્યો હતો. શુભમન ગિલે ૪૫ બોલમાં ૫૭ રનની ઈનિંગ રમી હતી. જેમાં ચાર સિક્સર અને ૩ ચોગ્ગાનો સમાવેશ થાય છે.

રવિ બિશ્નોઈએ ૪ ઓવરમાં ૨૦ રન આપીને બે વિકેટ ઝડપી હતી
મોહમ્મદ શમીની બોલિંગમાં એક ક્લાસિક શોટ મારવા જતા શુભમન ગિલ નિકોલસ પૂરનને કેચ આપી બેઠો હતો અને અંતે તેની ઈનિંગનો અંત આવ્યો હતો. પંજાબ તરફથી બોલિંગ કરતા રવિ બિશ્નોઈએ ૪ ઓવરમાં ૨૦ રન આપીને બે વિકેટ ઝડપી હતી અને એક ઓવર મેડન નાખી હતી.

રવિ બિશ્નોઈએ ૨૫ બોલમાં ૪૦ રન બનાવનાર ઈયોન મોર્ગનને આક્રમક ઈનિંગ રમતા અટકાવ્યો હતો તેમજ પેટ કમિન્સને પણ માત્ર ૧ જ રનમાં પેવેલિયન પરત મોકલ્યો હતો. મોહમ્મદ શમીએ પણ ૪ ઓવરમાં ૩૫ રન આપતા ૩ વિકેટ ઝડપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.