કોલગર્લનો મૃતદેહ ઉમરેઠ પાસે નહેરમાંથી મળ્યો
બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી
વ્યવસાયે પત્રકાર મિત્ર જેક્સન મેકવાનની મદદ લઈને જમશેદે લાશને ઠેકાણે પાડવા માટે કારની વ્યવસ્થા કરી હતી
આણંદ,ઉમરેઠના સૈયદપુરા પાસે આવેલી નહેરમાં મૂળ બંગાળની અને વડોદરાના મકરપુરા ખાતે રહેતી કોલગર્લની હત્યા કરાયેલી લાશ મળી આવવા મુદ્દે ભાલેજ પોલીસ સહિત આણંદ જિલ્લા પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પ્રાથમિક તપાસમાં પૈસા મામલે હત્યા કરાઈ હતી અને એ પછી તેની લાશને રફે-દફે કરવા પ્રયાસ કરાયો હતો. આ મામલે પોલીસે લાશને સગે-વગે કરનારા બે પત્રકાર જેક્સન મેકવાન અને દિનેશ મેકવાનની ધરપકડ કરી લીધી છે.
જ્યારે હજુ મુખ્ય આરોપી વોન્ટેડ છે. સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, શુક્રવારે સાંજે મૂળ બંગાળની અને વડોદરાના મકરપુરા ખાતે રહેતી અને દેહ વ્યાપાર સાથે સંકળાયેલી સલમા નામની યુવતીને ચકલાસી ખાતે રહેતા જમશેદ ઉર્ફે મન્ટુ મલિકે ચકલાસી ખાતે બોલાવી હતી. દરમિયાન બંને વચ્ચે પૈસા મામલે માથાકુટ થઈ હતી. જેને પગલે જમશેદે તિક્ષ્ણ હથિયારના ઘા મારી તેની હત્યા કરી નાંખી હતી. સાંજે આઠ વાગ્યે ઘટના બન્યા બાદ મૃતદેહને સગેવગે કરવા માટે તેણે તેના મિત્ર અને વ્યવસાયે પત્રકાર જેક્સન મેકવાનનો સંપર્ક કર્યો હતો.
જેક્સન મેકવાન અને તેની સાથે કામ કરતાં દિનેશ મેકવાન એમ બંને જણાંએ ઉત્તરસંડામાં રહેતા પિનાકીન પટેલની ઈકો કાર માંગી હતી. આ કાર દિનેશ મેકવાન લઈને જમશેદને આપી હતી. એ પછી જમશેદે કારમાં લાશને મૂકીને તેને સૈયદપુરા નહેર પાસે આવ્યો હતો. જ્યાં નહેરમાં લાશને નાંખ્યા પછી તેણે કારને રિવર્સમાં લીધી હતી. જાેકે, નહેર પાસેનો રોડ સિંગલ હોય કાર રોડ પાસેના ખેતરમાં ઉતરી ગઈ હતી. શનિવારે સવારે ચાર-સાડા ચાર વાગ્યે બનેલી ઘટના અને કાર પુનઃ રોડ પર ન લાવી શકતાં જમશેદ કારને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા પણ તાત્કાલિક કાર નંબરના આધારે તપાસ કરાઈ હતી અને તેને પગલે જેક્સન મેકવાનની ધરપકડ કરાઈ હતી. જેક્સન મેકવાન અને તેની સાથે દિનેશ મેકવાનની પણ સંડોવણી ખુલતાં પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.જેમાં બંને જણાંએ મૃતદેહને રફેદફે કેવી રીતે કરવો તેની ટીપ્સ તેને આપી કારની વ્યવસ્થા કરી આપી હોવાનું ખૂલ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, બંને જણાએ પૈસાની લેવડ-દેવડ બાબતે હત્યા કરાઈ હોવાનું તપાસમાં જણાવ્યું છે. જાેકે, હજુ મુખ્ય આરોપી જમશેદને પકડવાનો બાકી હોય હત્યા પહેલાં ખરેખર શું ઘટના બની હતી તે પકડાયા પછી જ જાણી શકાશે.SSS