Western Times News

Gujarati News

કોલવડા : મિલકત બાબતે ઝઘડો કરતાં પુત્રની પિતા સહિત ત્રણ જણાએ હત્યા કરી

Files Photo

ગાંધીનગર: વિજાપુરના કોલવડામાં ઘરેથી બહાર નીકળી ચારેક વર્ષથી પત્ની સાથે વિસનગર રહેતો યુવાન તેના કોલવડા ઘરે જઇને મિલકત બાબતે ઝઘડો કરતાં ગુસ્સામાં આવી જઇને તેના પિતા સહિત બે જણાએ માથામાં લાકડાનો ફટકો માર્યો, જ્યારે એક જણાએ ગળુ દબાવી હત્યા કર્યા બાદ ત્રણે જણાએ લાશને બાળી દઇ પુરાવાનો નાશ કર્યો હતો. મૃત્યુ અંગે ગામમાંથી વાતો જાણ્યા પછી બહેન, બનેવીએ ફરિયાદ કરવાનું કહેતા મૃતકની પત્નીએ બનાવના ૧૦ દિવસ બાદ વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કોલવડાના અને હાલ વિસનગર વિદ્યાનગર સોસાયટીમાં રહેતા મિત્તલબેન નિકુલ કુમાર પટેલે નોંધાવેલ ફરિયાદ મુજબ તેણીના પતિ નિકુલ ૪ વર્ષથી કોલવડા ઘરેથી બહાર રહેવા માટે નીકળી વિસનગર રહેતા, પતિ નિકુલ જુગાર, સટ્ટા, ચોરી ચકારી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હતા. સસરા સોમાભાઇ કાન્તિભાઇ પટેલના ભાઇઓની મજીયારી આશરે બારેક વીઘા જમીન છે. પતિ નિકુલ આશરે ૮ વર્ષથી કોલવડા મિલકતમાં ભાગ માગતા હતા અને નિકુલના પિતા સમજાવી વાત ટાળતા હતા. દરમ્યાન ગત તા.૧૧ મીએ નિકુલ એક્ટિવા લઇ કોલવડા ગયા હતા.

તા. ૧૩મીએ સવારે પૂજાબેન ફોન કરીને વિસનગર આવ્યા અને મિત્તલ તેમજ તેની દિકરીને એક્ટિવા પર લઇને કોલવડા લઇ આવ્યા હતા. તેણીને સસરા સોમાભાઇ પટેલે બેસાડી કહ્યુ કે, નિકુલ રહ્યો નથી, ઝઘડામાં મરણ ગયેલ છે. તેના અગ્નિ સંસ્કાર કરી દીધા છે. આ વાતની મિત્તલબેને તેણીના પિયરમાં જાણ કરી હતી. ગામમાં જતાં વાત મળી કે નિકુલને મારી નાખી, કોથળામાં પૂરી, ખેતરમાં સળગાવી દીઘો છે તેવી વાત જાણવા મળી હતી. મિત્તલબેને તેમના સસરાને પૂછતાં કહ્યું કે, રાતના ૧૧ વાગ્યે નિકુલ નશાની હાલતમાં ઘરે પેટ્રોલ લઇને આવ્યો હતો ખાટલા ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દેતાં આમ ન કરવા કહેતાં દાદાને ધક્કો માર્યો હતો.

જેથી સોમાભાઇએ તેણીના દાદાને ઘરે મોકલી નિકુલને સોમાભાઇ, બ્રિજેશ અને મુકેશ સમજાવતા હતા. પરંતુ ઘર બાળી નાખવાનું કહેતાં નિકુલ ઉપર તેના પિતા સહિતને ગુસ્સો આવતાં નિકુલને માથામાં લાકડાના ફટકા મારતા તે નીચે પડી જઇ લોહી નિકળતા તે તરફડીયા મારતો હતો. નિકુલનું ગળુ દોરડાથી દબાવી રાખતા નિકુલ મરી જતાં તેની લાશને ત્રણ જણા લઇ જઇ અંતિમ વિધી કરી હતી.
મિત્તલબેન પટેલે વિજાપુર પોલીસમાં સસરા સોમાભાઇ કાન્તિભાઇ પટેલ, કાકા સસરા મુકેશભાઇ કાન્તિભાઇ પટેલ અને કુંટુબી દિયર બ્રિજેશભાઇ યોગેશભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.