કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાશે :UGC
અમદાવાદ: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષની પરીક્ષાઓ રદ ન કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે આયોગે પોતાની ગાઈડલાઈન જાહેર કરી છે. આયોગ મુજબ, રિઝલ્ટ જાહેર કરવા માટે ઓફલાઈન કે ઓનલાઈન કોઈપણ સંભવ રીતે પરીક્ષાઓ આયોજિત થવી જાઈએ. આ બાદ ગૃહ મંત્રાલયે હાયર એજ્યુકેશન સેક્રેટરીને પત્ર લખીને કોલેજ અને યુનિવર્સિટીની છેલ્લા વર્ષની પરીક્ષાઓ આયોજિત કરવાની અનુમતી આપી દીધી છે. પત્રમાં કહેવાયું છે કે કોલેજને રિઝલ્ટ તૈયાર કરવા માટે પરીક્ષાનું આયોજન કરવું જરૂરી છે.
સોમવારે સાંજે યુજીસીએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આયોજિત કરવાનું સમર્થન કર્યું. આયોગ તરફથી જાહેર ગાઈડલાઈનમાં યુજીસીએ સપ્ટેમ્બરના અંત સુધી પોતાના વૈકÂલ્પક કેલેન્ડરને બદલવા અને સંસ્થાનોને પરીક્ષાનું આયોજન કરવા કહ્યું છે. ગાઈડલાઈનમાં કહેવાયું છે કે કોઈ છેલ્લા વર્ષનો વિદ્યાર્થી પરીક્ષા આપવામાં અસફળ રહે છે તો યુનિવર્સિટીએ તેના માટે ખાસ પરીક્ષાનું આયોજન કરવું પડશે.
જ્યારે મિનિસ્ટર રમેશ પોખરિયાલે કહ્યું કે, અન્ય સેમેસ્ટરના વિદ્યાર્થીઓનું ગાઈડલાઈન મુજબ ઈન્ટરનલ માર્ક્સ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. આ પહેલા યુજીસીએ ૨૯ એપ્રિલે એક એકેડમિક કેલેન્ડર જાહેર કર્યું હતું, જે મુજબ પરીક્ષાઓ ૧લી જુલાઈથી ૧૫ જુલાઈ વચ્ચે આયોજિત થવાની હતી.
યુજીસીની લાઈડલાઈન્સ આવતા પહેલા ઘણી યુનિવર્સિટીઓએ પોતાના સ્તર પર જ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. ઘણા રાજ્યોમાં પરીક્ષાઓ રદ કરાઈ તો ક્યાંક રોકી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારી ફેલાયા બાદ દેશભરમાં માર્ચ મહિનાથી લોકડાઉન લાગુ હતું, ત્યારથી જ યુનિવર્સિટીઓ અને કોલેજો દ્વારા લેતાવી પરીક્ષાઓને રદ કરવામાં આવી હતી.