Western Times News

Gujarati News

કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા રદ કરવાનો ર્નિણય નિરર્થક

Files Photo

નવી દિલ્હી: યુજીસીએ કહ્યું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ કે એપિડમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭માં રાજ્ય સરકાર પાસે સત્તા નથી કે તેઓ હાયર એજ્યુકેશનને અસર થતા ર્નિણય લઈ શકે. યુજીસી એક્ટ હેઠળ, માત્ર યુજીસી જ આ પ્રકારનો આદેશ આપી શકે છે. આથી રાજ્ય સરકારનો પરીક્ષા કેન્સલ કરવાનો ર્નિણય હાયર એજ્યુકેશનની ગુણવત્તા નક્કી કરવાની કાયદાકીય બાબતમાં અતિક્રમણ છે.

યુજીસીએ આગળ કહ્યું કે, છેલ્લા વર્ષની પરીક્ષા શૈક્ષણિક કરિયર માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ પહેલાના નિવેદનમાં યુજીસીએ કહ્યું હતું કે, ૬૪૦ યુનિવર્સિટીઓએ પોતાનો રિસ્પોન્સ સબમીટ કર્યો હતો, જેમાંથી ૪૦૦થી વધારેએ કાં તો છેલ્લા વર્ષની પરીક્ષા લઈ લીધી છે અથવા સૂચવેલી મેથડથી પરીક્ષા લેવાનું પ્લાનિંગ કરી રહી છે.

છેલ્લી સુનાવણી દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જસ્ટીસ અશોક ભુષણની આગેવાનીવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચમાં જણાવ્યું કે, છેલ્લા વર્ષની પરીક્ષા કેન્સલ કરવાનો રાજ્ય સરકારનો ર્નિણય વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં નાખશે કારણ કે પરીક્ષા વિના તેમને મળતી ડિગ્રીને યુજીસીની માન્યતા મળશે નહીં. યુજીસીએ એડવોકેટ અપૂર્વ કુરુપ દ્વારા સોગંધનામું ફાઈલ કરીને કહ્યું કે, રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટથી કમિશન પાસે રહેલી સત્તા પર અતિક્રમણ કરી શકે નહીં.

રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ૧૮ જૂને ર્નિણય લીધો હતો કે પ્રોફેશનલ અને નોને પ્રોફેશનલ કોર્સના છેલ્લા સેમિસ્ટરની પરીક્ષા યોજાશે નહીં. આ સાથે ૧૩ જુલાઈએ પણ પરીક્ષા ન યોજવાનો ર્નિણય લેવાયો જે જે યુજીસીની ૨૯ એપ્રિલ અને ૬ જુલાઈની ગાઈડલાઈન્સનો ભંગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.