કોલેજમાં ભણતા યુવકે યુવતિને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે દુષ્કર્મ આચરતા ફરિયાદ
દહેજની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને બી.એસ.સીમાં અભ્યાસ કરતાં યુવકે અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં દહેજની એક કોલેજમાં અભ્યાસ કરતાં યુવક યુવતી પ્રેમ સંબંધ માં આવતા યુવકે યુવતીને લગ્નની લાલચે યુવકે ભોગ બનનાર ના ઘરે તેમજ પોતાના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી શરુ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના એક વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય ભોગ બનનાર યુવતીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને આક્ષેપ કર્યો છે કે ફરિયાદી બે વર્ષ પહેલા દહેજની એક કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં બી.કોમ નો અભ્યાસ કરતી હતી તે વખતે કોલેજમાં જ બી.એસ.સીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા દીપ જયેશ સોની રહે.સામલોદ ગામ ભરૂચનાઓ સાથે મિત્રતા થઈ હતી
અને બંને વચ્ચે ફોન ઉપર વાતચીત દરમ્યાન યુવક દીપ સોનીએ ફરિયાદીનો વિશ્વાસ જીતી પ્રપોઝ કરતા ફરિયાદીએ તેને હા પાડેલી અને ત્યાર બાદ એકબીજા સાથે ચોરી છુપી દહેજ અને ભરૂચ ખાતે મરતા હતા.દરમ્યાન દોઢ એક વર્ષ પહેલા ફરિયાદીના ઘરે કોઈ હાજર ન હોય તે વખતે ફરિયાદી એખલી હોય અને મંદિરે દર્શન કરવાના બહાને આવી ફરિયાદીના ઘરમાં પહોંચી ફરિયાદી સાથે વાતચીત કરી હવે તો આપણે લગ્ન કરવાના છે.
મને શરીર સંબંધ બાંધવા દે ફરિયાદીએ ના કહેવા છતાં દીપ સોનીએ બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા.ત્યાર બાદ ભરૂચ – વડોદરા હાઈવે ઉપર આવેલી હોટલ માં પણ લઈ જઈ રૂમ રાખી બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા અને દીપ સોનીનું બી.એસ.સી પૂર્ણ થતા તેને નર્મદા કોલેજ ભરૂચ ખાતે એમ.બી.એ માં એડમિશન લીધું હતું અને તવરાથી દહેજ સુધીનું અપડાઉન લાબું પડતું હોય જેથી ફરીયાદીએ પણ દહેજ કોલેજથી ભરૂચની કોલેજમાં એડમિશન લીધું હતું.
આરોપી દીપ જયેશ સોનીની મમ્મીનો જન્મ ૨૮-૦૫-૨૦૨૪ ના રોજ હોય જેથી દીપ સાથે ફરિયાદી સામલોદ તેના ઘરે ગઈ હતી અને બપોરના સમયે તેના ઘરના કોઈ સભ્યને ખબર ન પડે તે રીતે બીજા રૂમમાં દીપ સોની ફરિયાદીને લઈ ગયેલ અને શારીરિક અડપલાં કરી શરીર સંબંધ બાંધેલ અને ફરિયાદીનો મોબાઈલ તેની ફોઈ ના હાથમાં આવી જતા યુવક સાથેના ચેટિંગ અને સેટિંગ વાત ઘરમાં કરી હતી
જેથી ફરિયાદીની ફોઈ અને તેના પિતા સામલોદ ગામે યુવકના લગ્નનનો પ્રસ્તાવ લઈને પહોંચ્યા હતા અને દીપ સોની એ પ્રેમિકાના પિતા અને ફોઈને પ્રેમિકા સાથે લગ્ન કરવાની સ્પષ્ટના પાડી દીધી હતી.
લગ્નની લાલચે દીપ જયેશ સોનીએ ફરિયાદી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ સાથે લગ્ન કરવા ઈન્કાર કરનાર યુવક સામે આખરે પ્રેમિકાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૭૬ તથા ૩૭૬ (૨)(એન) મુજબ ગુનો દાખલ કરી આરોપીની ઘરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.