કોલેજોની છેલ્લા વર્ષની પરીક્ષા ફરજિયાત લેવી પડશે: સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીઓને છેલ્લા વર્ષની પરીક્ષાઓ લેવા માટે લીલીઝંડી આપી દીધી છે. આ ર્નિણય યુનિવર્સિટી ગ્રાન્ટસ્ કમિશને લીધો હતો જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટસ્ કમિશનના જુલાઇની છઠ્ઠીએ લેવાયેલા ર્નિણયને યોગ્ય ઠરાવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પરીક્ષાઓ લીધા વિના રાજ્યો કોઇ વિદ્યાર્થીને પાસ જાહેર કરી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે કોઇ પ્રકારની ઇમર્જન્સી હોય તો પરીક્ષાઓ થોડા સમય માટે મોકૂફ રાખી શકાય છે પરંતુ પરીક્ષા લીધા વિના વિદ્યાર્થીઓને પાસ જાહેર કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે જે રાજ્ય સપ્ટેંબરની ૩૦મી સુધીમાં પરીક્ષા લઇ શકે એવી સ્થિતિમાં નથી તેણે યુનિવર્સિટી ગ્રાન્ટસ્ કમિશનને ઔપચારિક જાણ કરવી પડશે.
યુનિવર્સિટી ગ્રાન્ટસ્ કમિશને ચાલુ વર્ષના જુલાઇની છઠ્ઠીએ એક સરક્યુલર બહાર પાડ્યો હતો અને સપ્ટેંબરની ૩૦મી સુધીમાં ફાઇનલ યરની પરીક્ષાઓ યોજવાનું તમામ યુનિવર્સિટીઓને જણાવ્યું હતું. એ ર્નિણયને કોરોનાના બહાને પડકારવમાં આવ્યો હતો. આ અરજીની સુનાવણી જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ આર શાહની ડિવિઝનલ બેન્ચ કરી રહી હતી.
દેશના વિવિધ ભાગોના કુલ ૩૧ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં યુનિવર્સિટી ગ્રાન્ટસ્ કમિશનના આ ર્નિણયને પડકારતી અરજી કોર્ટમાં કરી હતી. વિદ્યાર્થીઓએ ફાઇનલ સિમેસ્ટરની પરીક્ષાઓ કોરોનાના કારણે રદ કરવાની માગણી કરી હતી. તેમની દલીલ એવી હતી કે આગલા વર્ષોના સિમેસ્ટરનાં પરિણામોના આધારે વિદ્યાર્થીએાને પાસ જાહેર કરી દેવા જોઇએ. સુ્પ્રીમ કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પરીક્ષાઓ લીધા વિના કોઇ વિદ્યાર્થીને પાસ જાહેર કરી શકાય નહીં. દરેક વિદ્યાર્થીએ ફાઇનલ યરની પરીક્ષા આપવી રહી. એમાં કોઇ પ્રકારની બાંધછોડ કરી શકાય નહીં.SSS