Western Times News

Gujarati News

કોલેજ અને ધો.૧૨ બાદ સંક્રમણ કાબુમાં રહેશે તો અન્ય શિક્ષણ કાયૅ શરૂ કરાશેઃશિક્ષણ મંત્રી

કેશોદ: કોલેજ અને ધો.૧૨નું શિક્ષણ શરૂ કરવામાં આવેલછે ત્યારે સંક્રમણ કાબુમાં રહેશેતો રાબેતા મુજબનું શિક્ષણ કાયૅ શરૂ કરવામાં આવશે તેમ કેશોદમાં ભાજપની શકિત કેન્દ્રની બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યુ હતુ.શુ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ શાળાઓમાં વાલીઓને ફી માંથી મુકિત મળી રહેશે? તેવા પત્રકારોએ પુછેલ સવાલનો જવાબ આપવાનું શિક્ષણ મંત્રીએ ટાળ્યું હતુ.ગઈકાલે કેશોદમાં વોર્ડ નં.૭માં યોજાયેલ શક્તિ કેન્દ્ર બેઠકમાં આગામી ૨૦૨૨માં આવનારી ચુંટણીને ધ્યાનમાં લઈ આ કાયૅક્રમમાં ઉપસ્થિત રહેલ ભાજપના હોદેદારો, આગેવાનો અને કાયૅકરોને શક્તિકેન્દ્ર દ્વારા ભાજપના જુદા જુદા સંગઠનો મજબૂત બને તે માટે અને વિવિધ સરકારી યોજનાઓ અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માર્ગદર્શન આપેલ હતુ.

કાયૅક્રમની શરૂઆતમાં દિપ પ્રાગટય કરી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું સ્થાનિક ભાજપના હોદેદારો ધ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ હતુ. આ કાયૅક્રમમાં જિલ્લા ના પ્રભારી ધવલભાઈ દવે ધારાસભ્ય દેવભાઈ માલમ,પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી પાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા , કેશોદ શહેર પ્રભારી ડો.રાવીનાબેન મેઘનાથી તથા શહેર ભાજપના હોદેદારો, આગેવાાનો, યુવા મોરચાના સભ્યો તથા વોર્ડ નં ૭ના કોર્પોરેટર ઉપસ્થિત રહેલ હતા. મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કેશોદ આહીર સમાજ વતી કેશોદના યુવાનો રાજુભાઇ બોદર અને જિલ્લા યુવા ભાજપ મંત્રી રાજેશભાઈ છૈયા એ દેવાયતબાપા બોદરની સ્મૃતી ચિન્હ આપી સન્માનિત કર્યા હતા. આ તકે ભુપેન્દ્રસિંહએ પણ કુટુંબના સભ્યના ખબર અંતર પૂછી અને હર્ષની લાગણી અનુભવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.