કોલેજ એડમિશન માટે પાંચ લાખ ડોલર ચુકવતાં સજા
વોશિંગ્ટન, જાણીતા ફેશન ડિઝાઈનર મૌસ્સીમો ગિન્નોલ્લીને ફ્રોડ કેસમાં પાંચ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ગિન્નોલ્લીએ તેની દીકરીને કોલેજમાં એડમિશન અપાવ્યું હતું અને તેના માટે પાંચ લાખ ડોલરની લાંચ ચુકવી હતી. તેની પત્ની લોરી લોઘલીને પણ આ ગુનામાં પોતાની સંડોવણીનો સ્વીકાર કરતાં તેને પણ કસૂરવાર ઠેરવવામાં આવી છે. બંનેની સામે ફ્રોડ અને કાવતરાંનો કેસ દાખલ કરાયો હતો. ફેડરલ કોર્ટે આ સજા કરી હતી. કપલે મે મહિનામાં સ્વીકાર્યું હતું કે, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં તેમની બંને દીકરીઓના એડમિશન માટે તેમણે પાંચ લાખ ડોલર કોલેજોને ચુકવ્યા હતા.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
ગિન્નોલ્લી અને ગોલઘી અમેરિકાના ફેશન સર્કલમાં બહુ જાણીતું નામ છે. ઓપરેશન વર્સિટી બ્લુઝ તરીકે ઓળખાયેલા એક ઈન્વેસ્ટીગેશનમાં આ બંને પકડાઈ ગયાં હતાં. માર્ચ ૨૦૧૯માં ફેડરલ કોર્ટના વકીલે આ બંને અને બીજાં કેટલાંક પેરેન્ટ્સની સામે આરોપો ઘડ્યા હતા. વિલિયમ સિંગર નામના એક કૌભાંડી કાઉન્સેલરનું નામ પણ તેમાં આવ્યું છે. આ કાઉન્સેલરે લાંચ લઈને કોલેજોમાં એડમિશનો કરી આપ્યાં હતાં. સિંગરે પોતે આ અપરાધ કર્યો હોવાની કબૂલાત કરી હતી અને તેણે આ અંગેની તપાસમાં ફેડરલ વકીલને સહકાર પણ આપ્યો હતો.
બોસ્ટન કોર્ટ હાઉસમાં ડિસ્ટ્રિક્ટ જજ નાથાનિયેલ એમ ગોર્ટનની ચેમ્બરમાં આ કેસ ચાલ્યો હતો અને ઝુમ વિડિયોકોન્ફરન્સની આખી કાર્યવાહી કરવામાં આવી હતી કેમકે કોરોના વાયરસને કારણે કોર્ટ બંધ હતી. ગોર્ટને ગિન્નોલ્લીને નવેમ્બરમાં પ્રિઝન ઓથોરિટી સમક્ષ હાજર થઈ જવા માટે આદેશ કર્યો છે. જજે તેને બે વર્ષની સુપરવાઈઝ રિલિઝની સજા પણ કરી છે અને તે ઉપરાંત અઢી લાખ ડોલરનો દંડ અને ૨૫૦ કલાકની કમ્યુનિટી સર્વિસની સજા પણ કરવામાં આવી છે. ગિન્નોલ્લીએ કહ્યું કે, તેણે જે કંઈ કર્યું છે તે ખોટું છે અને તેનાથી જેને નુકસાન પહોંચ્યું હોય તેની તે માફી માગે છે.SSS