Western Times News

Gujarati News

કોલેરા અને પ્લેગની રસી અને વાલ્ડેમર હાફકીન

પ માર્ચ ૧૮૬૦ ના રોજ, રશિયન બેક્ટેરિયોલોજિસ્ટ સર વાલ્ડેમર મોર્ડેચાઈ વોલફ હાફકીનનો જન્મ થયો હતો. હાફકીન કોલેરા વિરોધી રસી માટે જાણીતા છે જે તેણે ભારતમાં સફળતાપૂર્વક અજમાવી હતી. તે પ્રથમ માઈક્રોબાયોલોજિસ્ટ તરીકે ઓળખાય છે જેમણે કોલેરા અને બ્યુબોનિક પ્લેગ સામે રસી વિકસિત કરી છે અને તેનો ઉપયોગ કર્યો.

વાલ્ડેમર હાફકીનનો જન્મ રશિયન સામ્રાજ્યના ઓડેસામાં રહેતા યહૂદી શિક્ષકના પરિવારમાં થયો હતો, અને એરોન અને રોઝલિયા ખાવિનના પાંચ બાળકોમાં ચોથા હતા. તેમણે ૧૮૭૦ના દાયકાના અંતમાં અને ૧૮૮૦ના દાયકાની શરૂઆતમાં પ્રખ્યાત જીવવૈજ્ઞાનિક ઈલ્યા મેકનીકોના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો હતો

અને તેમણે ૧૮૮ર થી ૧૮૮૮ સુધી ઓડેસા ખાતે પ્રાણી સંગ્રહાલયમાં કામ કર્યું હતું. ઝાર એલેકઝાન્ડર ની હત્યા કરવામાં આવ્યા પછી, સરકારે શંકાસ્પદ ગણાતા લોકોનો પીછો કરવાનું શરૂ કર્યું જેમાં બુદ્ધિજીવીઓ પણ હતા. પણવાલ્ડેમર હાફકીનને સ્વિટ્‌ઝર્લેન્ડમાં સ્થળાંતર કરવાની મંજૂરી આપવામાં આવી

અને ૧૮૮૮માં જિનીવા યુનિવર્સિટીમાં પોતાનું કામ શરૂ કર્યું હતું અને પાશ્ચર સંસ્થામાં તેઓની ગ્રંથપાલ તરીકે નિમણુંક કરવામાં આવી. પેરિસમાં, હાફકીન એસ્ટાસિયા, યુગલેના અને પેરામેશિયમ જેવા પ્રોટીસ્ટો પર તેમનો વૈજ્ઞાનિક અભ્યાસ ચાલુ કૃયો હતો. તેમજ પેરામેસીયમના બેકટેરિયલ પરોપજીવી હોલોસ્પોરા પરના પ્રારંભિક અભ્યાસ કર્યા

બાદ તેમણે પ્રાયોગિક બેકટેરિયોલોજી વિષય પર સંશોધનનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તે સમયે, કોલેરા રોગચાળાએ એશિયા અને યુરોપના મોટા ભાગોને સંક્રમિત કર્યા હતા. ૧૮૮૩માં રોબર્ટ કોચે વિબ્રિઓ કોલેરાની શોધ કરી હતી. વોલ્ડેમર હાફકીને કોલેરા રસીના વિકાસ પર વૈજ્ઞાનિક રીતે કાર્ય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું

અને બેકટેરિયમનું ક્ષીણ સ્વરૂપ ઉત્પન્ન કર્યું પોતાના સ્વાસ્થ્યના જાેખમમાં, હાફકીને પોતાના પર પ્રથમ માનવ પરીક્ષણ કર્યાં જુલાઈ ૧૮૯ર માં હાફકીને તેના પરિણામો બાયોલોજિકલ સોસાયટીને આપ્યા. જાેકે, પાશ્ચર અને મેકિનિકોવ સહિતના સમકાલીન વૈજ્ઞાનિકોએ હાફકીનની સિદ્ધિને સ્વીકારી ન હતી.

મુલ્કોવાલ આપત્તિ ૧૮૯૩ દરમિયાન, વાયલ્ડેમર હાફકીને બાયકૂલા ખાતે પ્રયોગશાળાની સ્થાપના માટે ભારતની યાત્રા કરી. પ્રયોગશાળા પાછળથી પરેલમાં ખસેડવામાં આવી હતી અને બાદમાં તેને હાફકીન સંસ્થા કહેવામાં આવી હતી. વૈજ્ઞાનિકે ૧૯૦૩ સુધીમાં આશરે અડધા મિલિયન લોકોને રસી આપી હતી

જાેકે, ઓકટોબર ૧૯૦ર માં મુલ્કોવાલમાં ઈનોકયુલેટેડ ટિટાનસથી ૧૯ લોકો મૃત્યુ પામ્યા. આ મુલ્કવાલ દુર્ઘટનાને કારણે હાફકીનને સસ્પેન્ડ કરવામાં આવેલ હતા પરંતુ કલકત્તામાં જૈવિક પ્રયોગશાળાના નિયામક તરીકે ફરીથી નિમણુક કરવામાં આવી હતી. પાછળથી જાણવા મળ્યું કે એક મદદનીશએ તેને સ્ટરીલાઈઝડ કર્યા વિના ગંદી બોટલની ટોપીનો ઉપયોગ કર્યો.

તેને લીધે મુલ્કોવાલની દુર્ઘટના થઈ હતી વીકે વ્યાસોકોવિચ અને ડી.કે. ઝાબોલોટ દ્વારા હાફકીનની કોલેરાની રસીઓને રશિયા લાવવામાં આવી હતી અને આ બન્ને જણાએ બોમ્બેમાં હાફકીનની મુલાકાત લીધી હતી એવુ માનવામાં આવે છે કે રસીએ સમગ્ર સામ્રાજયમાં હજારો લોકોના જીવ બચાવ્યો.

ભારતમાં બ્યુબોનિક પ્લેગ અગાઉ, ૧૮૯૬માં મુંબઈ બ્યુબોનિક પ્લેગના મજબૂત રોગચાળાથી પ્રભાવિત થયું હતું અને સરકારે વાલ્ડેમર હાફકીનને મદદ માટે કહ્યું હતું તેઓ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં રસી પર કામ કરવા સક્ષમ હતા. માત્ર ત્રણ મહિનાના કામ પછી ૧૮૯૭માં હાફકીન દ્વારા માનવ પરીક્ષણો માટે એક ફોર્મ તૈયાર કર્યું અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું

સકારાત્મક પરિણામો પછી, ભાયખલા જેલના કેદીઓને રોગચાળામાંથી રસી આપવામાં આવી હતી અને બચી ગયા હતા. પછીના વર્ષોમાં વોલ્ડેમર હાફકીન ૧૯૧પમાં ફ્રાન્સ પરત ફર્યો અને બાદમાં લોઝેન ગયા, જયાં તેમણે તેમના જીવનના છેલ્લા વર્ષો ગાળ્યા, ૧૯ર૭માં સોવિયત સંઘની ટૂંકમાં મુલાકાત લીધી.

હાફકીનને અસંખ્ય સન્માન અને પુરસ્કારો મળ્યા. વાલ્ડેમર હાફીકનનું ર૬ ઓકટોબર ૧૯૩૦ના રોજ ૭૦ વર્ષની ઉંમરે સ્વિટ્‌ઝરલેન્ડના લોઝેનમાં અવસાન થયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.