Western Times News

Gujarati News

કોવિડથી અસરગ્રસ્ત ક્ષેત્રો માટે ૧.૧ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરાઇ

નવીદિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારમણે અલગ અલગ આઠ રાહત પેકજની જાહેરાત કરી છે. જેમાં સૌથી પહેલા સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે એક નવું પેકેજ જાહેર કરાયું હતું. નાણા મંત્રીએ કોવિડ પ્રભાવિત ક્ષેત્ર માટે ૧.૧ લાખ કરોડ લોન ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. કોરોના સંકટને પગલે ઊભી થયેલા પડકારોનો સામનો કરવા માટે કોવિડ-૧૯થી પ્રભાવિત ક્ષેત્રો માટે ૧.૧ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં સ્વાસ્થ્ય ક્ષેત્રને ૫૦ હજાર કરોડ અને અન્ય ક્ષેત્રો માટે ૬૦ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

નાણા મંત્રી ર્નિમલા સીતારામણની જાહેરાત અનુસાર, કોરોનાથી અસરગ્રસ્ત રજિસ્ટર્ડ ટુરિસ્ટ ગાઈડ અને ટ્રાવેલ ટુરિઝમને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. લાઈસન્સ ધારક ટુરિસ્ટ ગાઈડને ૧ લાખ રુપિયા તથા ટુરિસ્ટ એજન્સીને ૧૦ લાખ રુપિયાની લોન આપવામાં આવશે. આ લોનને ૧૦૦ ટકા ગેરન્ટી આપવામાં આવશે તથા તેની પર કોઈ પ્રોસેસિંગ ચાર્જ પણ નહીં લાગે. આ સ્કીમ ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી લાગુ રહેશે. આ સ્કીમ હેઠળ ૧૦૦ કરોડ રુપિયાની નાણાકીય સહાયતા આપવામાં આવશે. એક ટુરિસ્ટને ફક્ત એક વાર આ સ્કીમનો લાભ મળશે.

વિદેશી ટુરિસ્ટોને વીઝાની મંજૂરી મળ્યા બાદ આ યોજનાનો લાભ મળશે. નાણા મંત્રી સીતારામણે પ્રથમ ૫ લાખ વિદેશી પ્રવાસીઓ માટે મફત વીઝાની પણ મોટી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ માં લગભગ ૧.૯૩ કરોડ વિદેશી ટુરિસ્ટ ભારત આવ્યાં હતા.

નાણાંમંત્રીએ લોન ગેરંટી સ્કીમઃ || સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે ૫૦ હજાર કરોડ રૂપિયા. || અન્ય ક્ષેત્રો માટે ૬૦ હજાર કરોડ રૂપિયા. || સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે લોન પર ૭.૯૫%થી વધારે વાર્ષિક વ્યાજ નહીં હોય. || અન્ય ક્ષેત્રો માટે વ્યાજનો દર ૮.૨૫%થી વધારે નહીં હોય. સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે ૧૦૦ કરોડથી વધારે લોન રકમ અપાશે તેમ જણાવ્યું હતું લોન ગેરંટી સ્કીમ હેઠળ હેલ્થ સેક્ટર માટે ૧૦૦ કરોડથી વધારે લોન રકમ રાખવામાં આવી છે. જેના પર મહત્તમ વ્યાજ ૭.૯૫ ટકા લાગશે. જ્યારે અન્ય સેક્ટર્સ માટે મહત્તમ વ્યાજ ૮.૨૫ ટકા રાખવામાં આવ્યું છે. જેના કવરેજમાં જરૂરી પ્રમાણે ફેરફાર કરવામાં આવશે.

જયારે ક્રેડિટ ગેરંટી સ્કીમ ઃ || નાના વેપારી, વ્યક્તિગત એનબીએફસી, માઈક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ ૧.૨૫ લાખ સુધીની લોન લઈ શકશે.,|| જેના પર બેંકના સ્ઝ્રન્ઇ પર વધારેમાં વધારે ૨ ટકા ઉમેરીને વ્યાજ લઈ શકાશે.,|| આ લોનની મુદત ત્રણ વર્ષ હશે. સરકાર ગેરંટી આપશે.,|| આનો ઉદેશ્ય નવી લોનના વિતરણનો છે.,|| ૮૯ દિવસના ડિફોલ્ટર સહિત તમામ પ્રકારના બૉરોઅર આ માટે યોગ્ય ગણાશે.|| આ સ્કીમનો લાભ ૨૫ લાખ લોકોને મળશે.,|| આશરે ૭૫૦૦ કરોડ રૂપિયાનો જાેગવાઈ કરવામાં આવશે. ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી લાભ લઈ શકાશે.

આર્ત્મનિભર ભારત રોજગાર ઃ || આ સ્કીમની મુદત વધારીને ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી કરવામાં આવી છે.,|| અત્યારસુધી ૨૧.૪૨ લાખ લાભાર્થીઓને ૯૦૨ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી.,|| આ સ્કીમ અતંર્ગત સરકાર ૧૫ હજારથી ઓછી કમાણી કરતા કર્મચારીઓના અને કંપનીઓના પીએફની ચૂકવણી કરશે.,|| આ સ્કીમમાં ૨૨,૮૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. આશરે ૫૮.૫૦ લાખ લોકોને લાભ મળશે.,|| સરકાર કર્મચારી-કંપનીના ૧૨%-૧૨%નું પીએફ ભોગવશે.

નાણા મંત્રીના કહેવા પ્રમાણે કૃષિ ક્ષેત્રમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૩૮૯.૯૨ લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા. જ્યારે ૨૦૨૧-૨૨ દરમિયાન ૪૩૨.૪૮ લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા છે. આ માટે ૮૫ લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે ડીએપી સહિત તમામ પ્રકારના ન્યૂટ્રિશન માટે સબસિડીની રકમ ૧૪ હજાર કરોડ રૂપિયાથી વધારેનો વધારો કરવામાં આવ્યો છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે.આ યોજના અંતર્ગત ગત વર્ષે ૮૦ કરોડ લોકોને દર મહિને પાંચ કિલો ચોખા અને અન્ય અનાજ આપવામાં આવ્યું હતું. આ વખતે પણ મેથી નવેમ્બર સુધી ગરીબો માટે યોજના ચાલૂ રાખવામાં આવી છે.

આ વખતે યોજના પાછળ ૯૩,૮૬૯ કરોડ રૂપિાય ખર્ચ થશે. બંને વર્ષને સાથે ગણીએ તો આ યોજના પાછળ કુલ ૨ લાખ ૨૭ હજાર ૮૪૦ કરોડ રૂપિયા ખર્ચ થશે.જાહેર સ્વાસ્થ્ય માટે ૨૩,૨૨૦ કરોડ રૂપિયા ઃ ઇમરજન્સી હેલ્થ સેવા માટે આ વર્ષે ૨૩,૨૨૦ કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષે આ માટે ૧૫ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેમાંથી ૯,૦૦૦થી વધારે કોવિડ હેલ્થ કેર સેન્ટર બન્યા હતા. નૉર્થ ઈસ્ટના ખેડૂતોની મદદ માટે ૧૯૮૨થી આ સંગઠનની રચના કરવામાં આવી છે. ૭૫ ખેડૂત સંગઠન આ સંગઠન સાથે જાેડાયેલા છે. આ સંગઠન ખેડૂતોને વચેટિયાઓ કરતા ૧૦થી ૧૫ ટકા વધારે કિંમત અપાવે છે. આ સંગઠન માટે ૭૭.૪૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.