કોવિડના કેસમાં ઘટાડો થતા જ લોકો બેદરકાર બન્યા,૨૨ હજાર માસ્ક વગર ઝડપાયા
અમદાવાદ: કોરોનાની બીજી લહેર બાદ અનલૉક થતાંની સાથે જ હવે લોકો બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. જાે કે આ સાથે માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે પોલીસ એ ફરી એક વખત લાલ આંખ કરી છે. માત્ર દસ જ દિવસ માં શહેર પોલીસ એ ૨૨ હજાર લોકોને માસ્ક વગર ઝડપ્યા છે.
કોરોના ની બીજી લહેર માં ગુજરાતમાં અનેક લોકો સંક્રમિત થાય હતા. જાે કે સંક્રમણ ની ચેઇન તોડવા માટે રાજ્ય સરકાર કેટલાક નિયંત્રણો લાવ્યા હતા. અને રાત્રી કરફ્યુ જાહેર કર્યો છે. જાે કે હવે કોરોન ના કેસ માં ઘટાડો થતાં રાજ્ય સરકાર એ કેટલીક છૂટછાટો આપી ને વેપાર ધંધા શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ આ સાથે લોકો બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે માત્ર દસ દિવસ માં જ પોલીસ એ માસ્ક વગર બહાર નીકળતા ૨૨ હજાર લોકો ને દંડ ફટકાર્યો છે.
જાે ગત બે મહિના એટલે કે એપ્રિલ અને મે મહિનામાં પોલીસ ની કાર્યવાહી પર નજર કરીએ તો એપ્રિલમાં દંડિત વ્યક્તિઓની સંષખ્યા ૫૨૩૧૧ છે અને દંડની રકમ ૫૨૩૧૧૦૦૦ છે જયારે મે મહીનામં ૫૬૭૨૫ વ્યક્તિઓને દંડિત કરવામાં આવ્યા હતાં
૫૬૭૨૨૫૦૦૦ દંડની રકમ વસુલ કરવામાં આવી હતી આમ બે મહિના ની સરખામણી માં ચાલુ મહિને વસૂલવા માં આવેલ દંડ ની રકમ પ્રમાણ માં ખુબ જ વધારે જાેવા મળી રહ્યું છે.પોલીસ અધિકારી નું માનીએ તો અનલૉક ની સાથે જ લોકો પોતાની જવાબદારી ભૂલ્યા હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે અત્યાર સુધી ની વાત કરીએ તો કોરોના કાળ માં પોલીસ એ માસ્ક વગર બહાર નીકળતા લોકો પાસે થી કુલ ૪૯ કરોડ જેટલી રકમ નો દંડ વસુલ્યો છે.