કોવિડના વધુ એક નવા વેરિઅન્ટ XEની દસ્તક

નવી દિલ્હી, કોરોના મહામારીની રફ્તાર ધીમી પડી રહી હતી, આ દરમિયાન કોવિડનો વધુ એક નવો વેરિઅન્ટ દસ્તક આપી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ નવા કોવિડ વેરિઅન્ટને ‘XE’ નામ આપ્યુ છે.
જે ઓમિક્રોનના બે સબવેરિઅન્ટ્સ BA.1 અને BA.2નુ હાઈબ્રિડ વર્જન છે. આ નવો વેરિઅન્ટ બ્રિટનમાં મળ્યો છે. શરૂઆતી અધ્યયનથી મળેલા સંકેત અનુસાર કોરોના XE વેરિઅન્ટના સંક્રમણની રફ્તાર BA.2 વેરિઅન્ટની તુલનામાં 10% વધારે છે.
WHO અનુસાર અત્યાર સુધી કોવિડના ત્રણ હાઈબ્રિડ કે રિકૉમ્બિનેન્ટ સ્ટ્રેનની જાણ થઈ છે. જેમાંથી પહેલુ- XD, બીજુ – XF અને ત્રીજુ- XE છે. જેમાંથી પહેલા અને બીજા વેરિઅન્ટ, ડેલ્ટા અને ઓમિક્રોનના કોમ્બિનેશનથી પનપે છે, જ્યારે ત્રીજુ XE, ઓમિક્રોન સબવેરિઅન્ટનુ હાઈબ્રિડ સ્ટ્રેન છે. XE વેરિઅન્ટ વિશે પહેલીવાર બ્રિટનમાં 19 જાન્યુઆરીએ જાણ થઈ હતી. હજુ સુધી આના 600 સિક્વેન્સની રિપોર્ટ આવી છે અને પુષ્ટિ પણ થઈ છે.
વાયરોલોજિસ્ટ્સનુ કહેવુ છે કે રિકૉમ્બિનેન્ટ વેરિઅન્ટ્સ પણ પહેલાના વેરિઅન્ટની જેમ જોખમી હોઈ શકે છે. આમાં એક જ વાયરસથી સ્પાઈક અને સંરચનાત્મક પ્રોટીન હોય છે. જેમાંથી XD સૌથી વધારે ચિંતા વાળુ વેરિઅન્ટ લાગી રહ્યુ છે. આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દી જર્મની, નેધરલેન્ડ અને ડેનમાર્કમાં મળી ચૂક્યા છે.
બ્રિટનની બ્રિટિશ હેલ્થ સિક્યોરિટી એજન્સીએ જણાવ્યુ કે વર્તમાનમાં 3 હાઈબ્રિડ કોવિડ વેરિઅન્ટ ચાલી રહ્યુ છે. જેમાં ડેલ્ટા અને BA.1 ના કોમ્બિનેશનથી પેદા થયેલા બે અલગ-અલગ વેરિઅન્ટ XD અને XF છે જ્યારે ત્રીજુ XE છે. XD ફ્રેંચ ડેલ્ટા વેરિઅન્ટ x BA.1 વંશનુ નવુ સદસ્ય છે. જેમાં BA.1 નુ સ્પાઈક પ્રોટીન અને ડેલ્ટાનુ જીનોમ હોય છે. જેમાં 10થી વધારે સિક્વેન્સ સામેલ છે.
XE બ્રિટિશ ડેલ્ટા વેરિઅન્ટ x BA.1 વંશ સાથે સંબંધિત છે. જેમાં BA.1 નુ સ્પાઈક અને સ્ટ્રક્ચરલ પ્રોટીન હોય છે પરંતુ ડેલ્ટાના જીનોમનો 5મો ભાગ જ હોય છે. XE વેરિઅન્ટ પણ બ્રિટિશ ડેલ્ટા BA.1 x BA.2 વંશ સાથે સંબંધિત છે. જેમાં BA.2થી સ્પાઈક અને સ્ટ્રક્ચરલ પ્રોટીન હોય છે પરંતુ આમાં પણ BA.1 ના જીનોમનો 5 મો ભાગ જ હોય છે. જેમાં વર્તમાનમાં સેંકડો સિક્વેન્સ હાજર છે.