Western Times News

Gujarati News

કોવિડના-૧૯ના વધતાં કેસોની ૧૦૮ ઈમરજન્સી સર્વિસ પર અસર

પ્રતિકાત્મક

અમદાવાદ,  રાજ્યમાં એપ્રિલ માસમાં સેકન્ડ વેવ આવતાં કોરોનાના દર્દીઓમાં ભયંકર ઉછાળો જાેવા મળ્યો હતો. જેની સીધી અસર રાજ્યની જીવાદોરી સમાન ૧૦૮ ની સેવા પર પડતાં એક સમયે તમામ ૧૦૮ની એમ્બ્યુલન્સને ફક્ત કોવીડની સેવામાં જ લગાવી દેવામાં આવી હતી. જેને પગલે અક્સમાત તથા અન્ય કિસ્સામાં ૧૦૮ ની ગાડીઓ આવી શકતી નહતી.

પરંતુ હાલમાં જ અન્ય એમ્બ્યુલન્સ દ્વારા પણ કોરોનાના દર્દીને દાખલ કરી શકવાની છૂટ અપાતાં ૧૦૮ નાં કોલમાં ફરીથી ઘટાડો થયો છે. જેને પરીણામે ૧૦૮ની સર્વિસમાં હવે કોવીડ તથા નોન કોવિડ એમ બે ભાગ પાડીને એમ્બ્યુલન્સ સર્વિસ પૂરી પાડવામાં આવશે. નોન કોવિડ એમ્બ્યુલન્સ અકસ્માત જેવાં કિસ્સાઓમાં પહેલાંની જેમ જ મદદે પહોંચી શકશે.

૨૯ ઓગસ્ટ, ૨૦૦૭ થી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા અત્યાર સુધી કટોકટીની પરિસ્થિતિમાં ૧ કરોડ કરતાં વધુ ઈમરજન્સીના કિસ્સામાં સેવા પૂરી પાડી છે અને આ ૧૩ વર્ષના સમયગાળામાં ૧૦ લાખ કરતાં વધુ લોકોની મહામુલી જીંદગી બચાવી આ સેવાનું એક ઉમદા ઉદાહરણ પુરું પાડેલ છે.

ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં એપ્રિલ ૨૦૨૧ દરમિયાન કોવિડના કેસોમાં ઉછાળા દરમિયાન ૧૦૮ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કોલ વોલ્યુમમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થયો હતો. સામાન્ય દિવસોમાં કોલ વોલ્યુમ ૭ થી ૮ હજાર હતો તે ૬૪ હજાર સુધી પહોંચી ગયો હતો.

કોલ વોલ્યુમમાં મોટા વધારાને કારણે દર્દીઓના હોસ્પિટલોમાં પ્રવેશ મેળવવા માટે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સની માંગમાં પણ ખૂબ વધારો જાેવા મળ્યો હતો. જેના કારણે ૧૦૮ એમ્બ્યુલન્સને સામાન્ય દિવસોમાં હોસ્પિટલોમાં દર્દીને દાખલ કરવાનો સરરાશ સમય ૭ થી ૮ મિનિટનો હતો જે વધીને ૩ થી ૪ કલાકનો થવા પામેલ હતો. સામાન્ય દિવસોની પ્રતિક્રિયા કરતાં દર્દીને દાખલ કરતાં વધુ સમય લાગતો હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સને ખૂબ લાંબા સમય માટે હોસ્પિટલ બહાર ઊભું રહેવું પડતું હતું જેનો ભાગરૂપ પુનરાવર્તન કોલ્સની સંખ્યામાં પણ ખૂબ વધારો થયો હતો.

ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ થવા ૧૦૮ સિવાય કોઈપણ અન્ય પ્રકારનાં વાહનવ્યવહારનો ઉપયોગ કરવા અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં પથારીમાં વધારો કરવાના નિર્ણયથી ૧૦૮ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કોલ વોલ્યુમમાં પણ નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો હતો. પાછળના દિવસો દરમિયાન આવતા ૬૪ હજાર કોલ્સથી ઘટીને હાલ તે ૧૫ હજાર કોલ્સ સુધી આવી ગયેલ છે. જે હજી સામાન્ય દિવસોની તુલાનામા ૧૦૦% વધુ કોલ વોલ્યુમ છે.

તાજેતરના કોવિડના વધવા પામેલ કેસોની સંખ્યાને ધ્યાને લઈ અમદાવાદની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સઓ કોવિડના કેસોની સેવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી અને અન્ય ઈજા કે બીમારીથી પીડાતા દર્દીઓની સેવામાં વિલંબ થતો હતો

જેને કારણે અન્ય ઈમરજન્સી કેસો માટે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને હવે કોવિડ અને નોન-કોવિડ એમ બે વિભાગમાં વહેંચવામાં આવી છે. અમદાવાદ ૧૩૦ એમ્બ્યુલન્સમાંથી ૨૫ જેટલી એમ્બ્યુલન્સને નોન-કોવિડ ઇમરજન્સી માટે અલગ કરવામાં આવી છે. સાથો-સાથ નવી ૧૫૦ જેટલી એમ્બ્યુલન્સનો ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વધારા બાદ ગુજરાતમાં કુલ ૮૦૦ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે અને તેમાંથી ૫૩૩ એમ્બ્યુલન્સ ફક્ત કોવિડ દર્દીઓને સારવાર આપશે બાકીની એમ્બ્યુલન્સ નોન-કોવિડ ઇમરજન્સી માટે રહેશે જેથી અત્યંત ગંભીર ઇમરજન્સીના કેસો જેવાકે ગર્ભવસ્થા, માર્ગ અકસ્માતો, હૃદયરોગ, સાપ કરડવો જેવી કટોકટીની પરિસ્થિતીમાં દર્દીઓ સુધી એમ્બ્યુલન્સ પહોંચાડવાની પ્રક્રિયાને પણ વધુ ઝડપી બનાવવામાં આવી છે.

૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સતત ઓક્સિજન સપોર્ટ અને પ્રિ-હોસ્પિટલ સંભાળ સાથે હોસ્પિટલમાં દર્દીને દાખળ કરવાના સમયમાં પણ ઘટાડો જાેવા મળેલ છે, છતાં કોવિડના દર્દીઓની પ્રવેશની સંખ્યા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સની કાર્યક્ષમતા કરતા ઓછી છે. હાલની પરિસ્થિતિમાં હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા દર્દીઓની દાખલ કરવા અને તમામ જિલ્લાઓમાં ગંભીરતા અને લક્ષણો મુજબ હોસ્પિટલની સેવા વધારવા માટે સતત પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

એમ્બ્યુલન્સની બે વિભાગમાં વહેંચણીથી રિયલ ટાઇમ મોનિટરિંગના આધારે દરેક ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સનું નિરીક્ષણ કરવામાં આવશે અને કેસ લોડના આધારે આગામી ફેરફારો હાથ ધરવામાં આવશે. હોસ્પિટલની બહાર પ્રતિક્ષા કરતાં દર્દીઓ માટે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સના ઓપરેશન વિભાગ અને સપ્લાય ચેઇનની ટીમના અસરકારક સંકલન દ્વારા અમારા વિક્રેતાઓ અને સ્થાનિક સરકારી અધિકારીઓ દ્વારા દર્દીઓને સંપૂર્ણ પ્રિ-હોસ્પિટલ કેર પૂરી પાડવા માટે સમયસર ઓક્સિજનની મળી રહે માટે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને સતત મદદ પૂરી પાડવામાં આવી રહી છે. અત્યારસુધી કુલ ૧,૮૯,૫૮૫ જેટલા કોવિડના લક્ષણ ધરાવતા દર્દીઓને હોસ્પિટલ સુધી સહી-સલામત રીતે પહોંચાડવામાં આવેલ છે. ટ્ઠ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.