કોવિડની બીજી લહેર બાદ ભારતમાં જોવા મળેલા પાંચ ઇ-કોમર્સ ટ્રેન્ડ્સ
કોવિડ-19 મહામારીની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ઇ-કોમર્સ માર્કેટમાં તેજી ચાલી રહી છે. બીજ લહેર શરૂ થઈ ત્યારથી ભારતમાં ઇ-કોમર્સ ટ્રેન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે તેનો સૌથી મોટો લાભ ઉદ્યોગને થઈ શકે છે. 2025 સુધીમાં ઇ-કોમર્સમાં 140 અબજ ડોલરનો થવાની સંભાવના છે અને આપણે એ થતાં જોઇશું એ નક્કી છે. ઇન્સ્ટામોજોના સીઇઓ અને સહ-સંસ્થાપક સંપદ સ્વેનના મત અનુસાર કોવિડની બીજી લહેર બાદ ભારતમાં નીચે મૂજબ પાંચ ઇ-કોમર્સ ટ્રેન્ડ્સ જોવા મળ્યાં છે.
1. રિટેલ બિઝનેસમાં વૃધ્ધિ
ગ્રાહકો પોતાનાં ઘરમાં પૂરાઇ રહ્યા હોવાથી રિટેલર્સે ગ્રાહકોને સારી રીતે સેવા પૂરી પાડવા તેમની ઓનલાઇન અને ઓફલાઇન કામગીરીનું એકીકરણ કર્યું છે. આવશ્યક ચીજોના રિટેલર્સ વૃધ્ધિની તકો માટે સેકન્ડ અને થ્રી ટાયર શહેરો તરફ નજર દોડાવી રહ્યા છે કારણ કે આ શહેરો માગને દોરી રહ્યા છે એમ એક અંદાજ જણાવે છે. બીજી બાજુ, અનાવશ્યક ચીજોના રિટેલર્સ નવો અભિગમ અપનાવી રહ્યા છે. જેમ કે, કન્ઝ્યુમર ગુડ્ઝ કંપની પતંજલિએ ગ્રાહકોના ઘર આંગણે પહોંચવા માટે સ્ટોર ઓન વ્હિલ્સ કન્સેપ્ટનો પ્રયોગ કર્યો હતો. બસ કે ટ્રકને સોસાયટીમાં લઈ જઈને ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. વર્તમાન સ્થિતમાં આ કોન્સેપ્ટને સારો આવકાર મળ્યો છે.
2. લોજિસ્ટીક્સ ફર્મ્સ દ્વારા ભરતીમાં વધારો
ભારતમાં ઇ-કોમર્સ શિપમેન્ટ 2024 સુધીમાં ચાર ગણું વૃધ્ધિ પામવાની ધારણા છે. ઓનલાઇન શોપિંગના ઉભરતા ટ્રેન્ડને કારણે પરંપરાગત સેલ્સ ચેનલ્સ નબળી પડી છે. ઓનલાઇન શોપિંગ માટેનું શિપમેન્ટ અને ડિલિવરી સર્વિસિસમાં ઉછાળો આવ્યો છે કારણ કે મહામારીને કારણે નાના શહેરોમાં ઓનલાઇન વેચાણ અને ઇ-કોમર્સ વધ્યું છે. આને પરિણામે, તાજેતરનાં મહિનાઓમાં લોજિસ્ટીક્સ કંપનીઓએ હજારો કર્મચારીઓની ભરતી શરૂ કરી છે. મહામારી વધવાથી તેઓ હજુ બીજા લોકોની ભરતી કરવાની યોજના ધરાવે છે.
3. D2C ચેનલ્સમાં સુધારો
D2C એટલે ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર ચેનલ્સ, જેમાં કોઇ પણ મધ્યસ્થી વિના વસ્તુઓ સીધી ગ્રાહકને મળે છે. મહામારીને કારણે કંપનીઓ માટે પરંપરાગત ઓફલાઇન ચેનલ્સ દ્વારા ગ્રાહકો સુધી પહોંચવું અઘરું હોવાથી ઇ-કોમર્સ અને D2C ચેનલ્સ ભારતમાં વેગ પકડી રહી છે. મહામારીને કારણે ટિયર થ્રી શહેરોમાં ઇ-કોમર્સનો સ્વીકાર વધતાં આઇટીસી અને ઇમામી જેવી કંપનીઓ તેમની D2C ચેનલ્સને દેશમાં વેગવાન બનાવી રહી છે.
4. ડિજિટલ વોલેટ્સની વૃધ્ધિ
ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી કરતી વખતે કોન્ટેક્ટલેસ પેમેન્ટને પ્રાધાન્ય આપવામાં આવે છે. છેતરપિંડી સામે મજબૂત રક્ષણ આપે અને ગ્રાહકને બજેટમાં બ્રેક-ડાઉન આપે તેવી પેમેન્ટ મેથડની તરફેણમાં ટ્રેન્ડ છે. જ્યારે ગ્રાહકોને પૂછવામાં આવ્યું કે શા માટે તેઓ શા માટે કોન્ટેક્ટલેસ પેમેન્ટ પસંદ કરે છે, ત્યારે આવાં જવાબ મળ્યા હતાઃ
મહામારી અને સામાજિક અંતર સૌથી મહત્વના પરિબળ છે જે પેમેન્ટ મેથડના ફેરફારને અસર કરે છે.
· 12 ટકા ગ્રાહકો કહે છે કે તેઓ અપરિચિત બિઝનેસ સાથે વધુ ટ્રાન્ઝેક્શન્સ કરી રહ્યા છે અને વેપારીને પોતાની નાણાંકીય વિગતો આપવા ઇચ્છતા નથી.
· બીજો મહત્વનો મુદ્દો એ હતો કે પોતાના ખર્ચને સારી રીતે ટ્રેક કરવા માટે ગ્રાહકો તેમની ઓનલાઇન પેમેન્ટ મેથડ બદલતા રહે છે.
5. કસ્ટમાઇઝ્ડ પેકેજિંગમાં સુધારો
મહત્તમ સ્વચ્છતા અને સફાઇ સુનિશ્ચિત કરવા ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા વધારાની સાવચેતી રાખવામાં આવે છે. ઇ-કોમર્સ કંપનીઓ હરીફોથી અલગ તરી આવવા પોતાના ગ્રાહકોને અનોખા પેકેજિંગ દ્વારા રોમાંચિત કરવા તેને તક તરીકે જોઈ રહ્યા છે. ગ્રાહકોને આકર્ષવા અને તેમને જાળવી રાખવા ઇ-કોમર્સ બ્રાન્ડ્સ ટકાઉપણું અને દેખાવ પર ફોકસ કરે છે.
ખાસ કરીને મોબાઇલ ઇ-કોમર્સમાં તીવ્ર વધારો થવાની સંભાવના હોવાથી આગામી દિવસોમાં વધુ બ્રાન્ડ્સ રોકાણ કરશે. ગ્રાહકોની આ પસંદગી સમજવી અને મહામારીની બીજી લહેરમાં પ્રાસંગિક રહેવું બિઝનેસ માટે જરૂરી છે. એટલાં માટે અમે માનીએ છીએ કે
દરેક બિઝનેસની ઓનલાઇન હાજરી હોવી જોઇએ. ભારતમાં ઇ-કોમર્સ ટ્રેન્ડનો તમારા લાભ માટે કઈ રીતે ઉપયોગ કરી શકાય તે જૂઓઃ
વેચાણ વધારવા માટે દરેક બિઝનેસ આ ટ્રેન્ડ પર નજર રાખે છે જેથી તે પ્રમાણે કામ કરી શકે. ટૂંકમાં,
1. ઇન્સ્ટામોજો પ્લેટફોર્મ પર સાઇન અપ કરો.
2. ઓનલાઇન સ્ટોર સેટ અપ કરો (ફ્રી / પ્રિમિયમ)
3. તમારી પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અપલોડ કરો
4. ફેલાવો કરો, અમને પોસ્ટ મોકલતા રહો.