કોવિડને કારણે મેલેરિયા સામેની લડાઈમાં અવરોધઃ WHO

Files Photo
(એજન્સી) જીનિવા, મેલેરિયાથી થયેલા કુલ મોત પૈકી ૯પ ટકા મોત સબસહારા આફ્રિકન દેશોમાં થયા હતા. છેલ્લા ૧પ વર્ષમાં ચીન અલસાલ્વા ડોર સહિત ૧ર દેશોને ડબલ્યુએચઓ દ્વારા મેલેરીયા મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જાે કે બીજી ત રફ ડબલ્યુએચઓએ ચેતવણી આપી છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં અમુક દેશોમાં મેલેરિયાના કેસો અને તેનાથી થતાં મોતની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે.
વર્ષ ર૦૧પથી ર૦ર૦ દરમ્યાન ૧૧ દેશોમાં મેલેરિયાના કેસો ૧.૩ કરોડથી વધીને ૧૬.૩ કરોડ પહોંચી ગયા હતા. આ દેશોમાં ગયા વર્ષો મેલેરિયાથી થતાં મોત પણ પ૪૦૦૦થી વધીને ૪, ૪પ,૦૦૦ થઈ ગયા હતા. કોરોના મહામારીને કારણે મેલેરિયા સામેની લડાઈમાં અવરોધ ઉભો થયો છે. તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) એ એક નિવેદનમાં જણાવ્યુ હતુ.
અનેક દેશોમાં કોરોનાને કારણે આરોગ્ય સેવાઓમાં અવરોધ ઉભા થવાના કારણે મેલેરિયા સામેની લડાઈમાં અવરોધ ઉભો થયો છે. જેના કારણે મેલેરિયાથી થતા મોતમાં પણ વધારો જાેવા મળ્યો છે. યુએન હેલુથ એજન્સીના તાજેતરના વર્લ્ડ મેલેરીયા રીપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે વર્ષ ર૦ર૦માં કુલ ર૪.૧ કરોડ મેલેરીયાના કેસો સામે આવ્યા હતા.
જે અગાઉના વર્ષની સરખામણી માં ૧.૪ કરોડ કેેસ વધારે છે. વર્ષ ર૦ર૦માં મેલેરીયાને કારણે ૬,ર૭,૦૦૦ લોકોના મોત થયા હતા. જે અગાઉના વર્ષની સરખામણી માં ૬૯,૦૦૦ વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ વધુમાં જણાવે છે કે આ ૬૯,૦૦૦ મોત પૈકી ૪૭,૦૦૦ લોકોના મોત મેલેરિયા સામે રક્ષણ માટે ચાલતા અભિયાનમાં કોરોનાને કારણે ઉભા થયેલા અવરોધને કારણે થયા છે. કોરોના મહામારીને કારણે મેલેરિયાના રક્ષણ, તેના નિદાન અને સારવારમાં અવરોધ ઉભો થયો હતો.