કોવિડમાં કામ કરતા યુવકની ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાઈ
સુરત: સુરતમાં લોહિયાળ વારદાતોનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેર જાણે ગુનેગારોના હવાલે થઈ ગયું હોમ એમ એકપછી એક ખૂુની ખેલની ઘટનાઓ સામે આવી રહી છે. દરમિયાન શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટી પાસે મોડી સાંજે પાંડેસરા કોવિડ સેન્ટરના એક કમર્ચારી ઉપર નરેશ નામનો વ્યક્તિ જીવલેણ હુમલો કરી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને રાહદારીએ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા બાદ તબીબે મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી હતા.
આમ સુરતમાં નવા પોલીસ કમિશનરની નિમણૂક બાદ પણ હત્યાનો સિલસિલો અટક્યો નથી. સુરત શહેરના રસ્તાઓ હવે જાણે અસુરક્ષિત થઈ રહ્યા હોય તેમ દિનદહાડે જાહેર રસ્તાઓ ઉપર છેલ્લા કેટલાક સમયથી હત્યા અને મારામારીની ઘટનાઓ વધવા પામી છે. પાંડેસરા વિસ્તારમાં સાંજના સમયે જાહેર રસ્તા પર વધુ એક હત્યાની ઘટનાએ પોલીસની ધાકના ધાજાગરા ઉડાવયા હતા. જેને પગલે પાંડેસરા પોલીસ દોડતી થઇ હતી. સીંગણપોર ખાતે ગાંધીનગર સોસાયટીમાં રહેતો નિખિલ રતિલાલ વણકર પાંડેસરા કોવિડ સેન્ટરમાં નોકરી કરતો હતો.મોડી સાંજે પાંડેસરા ખાતે આવેલી આવિર્ભાવ સોસાયટી વિભાગ-૧ પાસે નરેશ નામના માથાભારે વ્યક્તિએ નિખિલને પગ અને પેટના ભાગે તીક્ષ્ણ હથીયારથી ઘા ઝીંકી નાસી ગયો હતો.
આ ઘટના બાદ રસ્તા પર લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા નિખિલને ધીરજ નામના રાહદારીએ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જયાં તબીબે નિખિલને મૃત જાહેર કયો હતો. નિખિલનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે