કોવિડ અને બિન-કોવિડ બંને ઇમરજન્સી સેવાઓ પર ધ્યાન આપવું આવશ્યક છે: ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું
તબીબી પ્રોફેશનલો અને પેરામેડિકલ સ્ટાફ સરળતાથી આવનજાવન કરી શકે તેમજ તમામ ખાનગી ક્લિનિક્સ, નર્સિંગ હોમ અને લેબ ખુલ્લા રહે તે સુનિશ્ચિત કરો;
કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 10 મે 2020ના રોજ એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તબીબી પ્રોફેશનલો અને પેરામેડિકલ સ્ટાફને આવનજાવન પર કેટલાક રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોનો મુદ્દો ચર્ચાયો હતો. આ બેઠકના અનુસંધાનમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલેય તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને લેખિત સંદેશાવ્યવહારમાં જણાવ્યું હતું કે, તમામ આરોગ્ય સંભાળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અને લોકોના અમુલ્ય જીવન બચાવવા માટે તમામ તબીબી પ્રોફેશનલો અને પેરા મેડિકલ સ્ટાફ સરળતાથી અને વિના અવરોધે આવનજાવન કરી શકે તે સુનિશ્ચિત થવું જોઇએ. તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે, તબીબી પ્રોફેશનલો અને પેરામેડિકલ સ્ટાફને આવનજાવન પર કોઇપણ પ્રકારના પ્રતિબંધોના કારણે કોવિડ અને બિન-કોવિડ તબીબી સેવાઓમાં ગંભીર અડચણો ઉભી થઇ શકે છે.