કોવિડ ઈફેક્ટને કારણે ટ્રસ્ટના રિ-રજીસ્ટ્રેશનની સમય મર્યાદા 31 માર્ચ, 2021 સુધી લંબાવાઈ
પ્રત્યેક ચેરીટેબલ ટ્રસ્ટોએ ઈન્કમટેક્સ એક્ઝમ્પશન માટે 30 જૂન સુધીમાં રિ-રજીસ્ટ્રેશન કરાવવું પડશે ફાઈનાન્સ બીલ 2020 દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટોના કાયદાઓમાં ધરખમ ફેરફારો આવ્યા છે,
ધ ઈન્કમટેક્સ એક્ટમાં સેશન 12-એ અને 12-એએ અંતર્ગત ચેરીટેબલ ટ્રસ્ટ અને ઈન્સ્ટીટ્યુશનોએ પોતાનું રજીસ્ટ્રેશન ફરી એકવાર કરવું પડશે અને તેની છેલ્લી તારીખ 31 ઓગષ્ટ, 2020 સુધીની હતી તેને બદલે કોવિડ – 19 ને કારણે આ મુદત 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવી છે. ટ્રસ્ટોએ આ રિરજીસ્ટ્રેશનની એપ્લીકેશન તા. 01-04-2021 al AL 30-6-2021 સુધીમાં આ પ્રોસીજર કરવી પડશે.
પહેલા એક સમય એવો હતો કે આ રજીસ્ટ્રેશન દર 3 થી 5 વર્ષ સુધીમાં રિરજીસ્ટ્રેશન માટે એપ્લીકેશન કરવી. પડતી હતી પરંતુ ધ ફાઈનાન્સ એક્ટ 2009 માં એવો સુધારો કરવામાં આવ્યો હતો કે જે ટ્રસ્ટોના 80 જી સર્ટીફીકેટ ઓક્ટોબર 2009 પછી એક્સપાયર થતા હોય તેઓને કાયમી માટે 80 જી આપવામાં આવે છે.
અને કોઈ કારણસર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તેને કેન્સલ કરે તો જ તેને ફરીવાર એપ્લીકેશન કરવી પડતી હતી.એટલે 80 જી કાયમ માટે વેલિડ ગણાતું હતું. 80-જી સર્ટીફીકેટવાળા ટ્રસ્ટોને કોઈ એસેસી ડોનેશન આપે તો તે ડોનેશન ઈન્કમટેક્સની મર્યાદામાં કર માફીને પાત્ર હતું,
ઇન્કમટેક્સમાં પણ 12-એ રજીસ્ટ્રેશનમાં પણ એક વખત રજીસ્ટ્રેશન થયું પછી દાયકાઓ સુધી રિરજીસ્ટ્રેશનની જરૂરીયાત ન હતી. જો કે આ ટ્રસ્ટોએ સેક્શન 2(15), 11, 12, 13 અંતર્ગત જરૂરી માહિતી ઈન્કમટેક્સને આપવી પડતી હતી તે જ પ્રમાણે એફસીઆરએ 1976 ના કાયદા મુજબ ફોરેનમાંથી ડોનેશન લાવવા માટે જે રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું તે પણ 2010 સુધી કાયમી હતું પરંતુ 2015 ના રૂલ્સ પ્રમાણે પ્રતિ પાંચ વર્ષે એફસીઆરએનું રજીસ્ટ્રેશન રિન્યૂ કરાવવું પડતું હતું.
જો કે હવે નવા ફાઈનાન્સ એક્ટ 2020 પ્રમાણે જે ટ્રસ્ટો 12-એ અને 12-એએ અંતર્ગત રજીસ્ટર્ડ છે અને કહે સર્ટીફીકેટ ધરાવતા ટ્રસ્ટોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન અપૂવલ માટે તા. 30-6-2021 પહેલા રિરજીસ્ટ્રેશન માટે એપ્લાય કરવું પડશે. આ એપ્લીકેશન કર્યાના મહિના માં રજીસ્ટ્રેશન આપવામાં આવશે અને તે રજીસ્ટ્રેશન પાંચ વર્ષ સુધી વેલીડ ગણાશે.
આ નૂતન ફાઈનાન્સ બીલ 2020 પ્રમાણે હાલ યુનિવર્સિટી, એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ, હોસ્પિટલ વગેરે સંસ્થાઓ 1023/સી) માં છૂટછાટ મેળવતા હતા અને સાથે સાથે તેઓ 500 અને 12-12-એએ માં પણ ઈન્કમટેક્સ માફીનો બેનીફીટ મેળવતા હતા તેઓ હવે માત્ર એક જ ઝમ્પશન મેળવી શકશે
અને સેશન 12-એ કે 12-એએ માં જો એકઝમ્પશન ક્લેમ કરશે તો તેઓ સેક્શન 10 માં એકઝમ્પશન ક્લેઈમ નહીં કરી શકે. એક સેક્શનમાંથી બીજા સેશનમાં માફી મેળવવા માટે સ્વીય ઓવર કરવાનું પણ હવે માત્ર એક જ વખત કરી શકશે. આ ફેરફારો 01-10-2020 થી અમલમાં આવશે.
સેશન 12-એએ માં આવેલા મહત્ત્વના ફેરફારો
જે લોકોએ 1996 પહેલા ટ્રસ્ટ રજીસ્ટર્ડ કરાવ્યા છે તેઓને 12-એ માં એક્ઝમ્પશન મળે છે અને 1996 પછી કરાવેલા રજીસ્ટ્રેશનને 12-એએ માં એક્ઝમ્પશન મળે છે. એટલે જે કોઈ ધાર્મિક કે ધર્માદા ટ્રસ્ટોએ 12-એ કે 12-એએ માં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અથવા તો ઉપર જણાવ્યા પ્રમાણે સેક્શન (23) સી) માં કે 80-જી માં રજીસ્ટર્ડ કરાવેલું હોય તે બધા ટ્રસ્ટોએ ઈન્કમટેક્સ ઓથોરિટીઝને પોતાના એક્ઝીસ્ટીગ રજીસ્ટ્રેશનને રીવેલીડેટ કરવા ફરી એક વખત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. હાલ 12.એએ માં એન્યુઅલ એક્ટિવિટિઝની શરૂઆત પછી જ રજીસ્ટ્રેશન મળતું હતું પરંતુ નવા ફેરફારો પ્રમાણે નવા ટ્રસ્ટીએ રજીસ્ટ્રેશન કર્યા પછી 3 વર્ષ માટે પ્રોવીઝનલ અપુવલ મળી જશે,
80-જી નું રજીસ્ટ્રેશન ચેરીટેબલ ટ્રસ્ટ કે ઈન્સ્ટીટ્યૂટને સીધો બેનીફીટ નથી આપતું પરંતુ જે ડોનરી 80-જી માં રજીસ્ટર્ડ થયેલા આ ટ્રસ્ટ કે ઈન્સ્ટીટ્યૂટને ડોનેશન આપે તો તેઓને ઈન્કમટેક્સના કાયદા મુજબ બેનીફીટ થતો હોય છે. હાલ જો કે તેના ફોર્મ્સ બહાર નથી પડ્યા પરંતુ થોડા સમયમાં તેના ફોર્મ્સ ઓનલાઈન ઉપલબ્ધ થશે અને આ એપ્લીકેશન પણ ઓનલાઈન કરવાની રહેશે. મુખ્યત્વે આ ચેરીટેબલ એક્ટીવીટીસ ટ્રસ્ટ કરી રહ્યું છે કે નહીં તેના ઉપર ડિપાર્ટમેન્ટ વધારે ધ્યાન કેન્દ્રિત કરશે.
12-એ અને 2-એએને બદલે નવા સુધારેલા સેકશન 2-એબી પ્રમાણે એપ્રિલ, 2021 થી આ પ્રોવીઝન એપ્લીકેબલ થશે. જે ટ્રસ્ટો અત્યારે ચાલુ છે તેમાં ટ્રસ્ટ પોતે અથવા તો પોતાના સીએ દ્વારા આ ત્રણ મહિનામાં એટલે કે 30 જૂન, 2021 પહેલા રિવેલીડેશન માટે એપ્લીકેશન કરશે અને ત્યારબાદ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વેરીફાઈ કરીને અને તે અંગે જરૂર પડે તો હિયરીંગ આપીને પાંચ વર્ષ માટે રિવેલીડેટ કરશે અને પાંચ વર્ષમાં છ મહિના બાકી હોય ત્યારે દરેક ટ્રસ્ટોએ ફરી એક વખત રિવેલીડેશનની એપ્લીકેશન કરવી પડશે
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ટ્રસ્ટોની જેન્યુઈનીટી તો ચકાસ કરશે જ પરંતુ આ ટ્રસ્ટોએ પોતાના ઓબ્સર્સ એચીવ કરવા બીજા કોઈ કાયદાઓનું પાલન કર્યું છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. સેક્શન 80-જીજીએ માં 2000 રૂપિયાથી વધારે રોકડમાં ડોનેશન આપ્યું હશે તો 80-જી મો એક્ઝમ્પશન નહીં મળે પરંતુ જે લોકોને રૂા. 2000/- થી વધારેનું ડોનેશન 80-જી માં એક્ઝમ્પશન લેવું છે તેઓએ ચેકથી જ કે અન્ય બેન્કના મોડથી ડોનેશનનો ચેક આપવો પડશે.
ટ્રસ્ટોને હવે મુશ્કેલીઓ એટલા માટે વધવાની છે કે રિટર્ન ફાઈલ કરતા પહેલા જ તેઓએ પોતાનો ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવો પડશે. સામાન્ય રીતે ટ્રસ્ટોના એકાઉન્ટ અને રિટર્ન બહુ મોડા તૈયાર થતા હોય છે તે સિવાય સ્પેસીફાઈડ ટાઈમ પિરિયડમાં જ ડોનર્સનું લિસ્ટ છે
તે ફાઈલ કરવામાં નહીં આવે તો પ્રતિદિવસ રૂ. 200/- ની પેનલ્ટી લાગી શકે છે. તેમજ નવા સેક્શન 271-કે મુજબ ડોનર્સને સર્ટીફીકેટ આપવામાં નહીં આવે અથવા તો ડોનર્સનું લિસ્ટ ફાઈલ કરવામાં નહીં આવે તો રૂ. 10,000/- el aL. 1,00,000/- સુધીની પેનલ્ટી લાગી શકે છે.
નવા કાયદા પ્રમાણે ભારત સરકાર દ્વારા દરેક ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટે માટે એક નેશનલ રજીસ્ટર બનાવવામાં આવશે અને દરેક ટ્રસ્ટોને યુનિક આઈડેન્ટીફીકેશન નંબર આપવામાં આવશે. જે કંપનીઓ અથવા વ્યક્તિગત ટેક્સપેયરો સ્પેશ્યલ એકઝમ્પશન દ્વારા ઓછા રેટથી ટેક્સ ભરે છે તેઓને 80-જીના ડોનેશન્સનો લાભ નહીં મળે, પરિસ્થિતિ એવી ઉદ્ભવશે કે નિઃસ્વાર્થ ભાવે ટ્રસ્ટીઓ પોતાના તન, મન, ધનથી સેવા આપતા હશે તેઓને
ચેરીટેબલ ટ્રસ્ટો ચલાવવા મુશ્કેલ પડશે. રી-રજિસ્ટ્રેશનના જૂના ફોર્મ પ્રમાણે દરેક ધાર્મિક ટ્રસ્ટોને રી-રજિસ્ટ્રેશન કરાવવા માટે પોતાના સી એ ને નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ આપવા પડશે 1. સેફ સર્ટિફાઈડ ટ્રસ્ટ ડીડની કોપી 2 રજિસ્ટ્રાર ઓફ પબ્લીક ટ્રમાં રજિસ્ટર થયેલી રજિસ્ટ્રેશનની સેલ્ફ સર્ટીફાઇડ કોપી 3 પોતાના ઓજેક્ટસમાં નવા ક્લોઝ ઉમેર્યા હોય કે જૂના ઝિમો કોઈ ફેર ફાર કરેલા હોય તો તેની સેલ્ફ સર્ટિફાઈડ કોપી, ને,
છેલ્લા ત્રણ વર્ષની એન્યુઅલ ઓડીટર અકાઉની સેલ્ફ સર્ટિફાઈડ કોપી 5, ટ્રસ્ટના લેટરપેડ પર ટ્રસ્ટ દ્વારા થતી કાર્યકારીણીની નોંધ 6, હાલમાં જે 12એ, 12એએ રજિસ્ટ્રેશન છે એ સર્ટિફિકેટની સેલ્ફ સર્ટિફાઈડ કોપી આટલા મહત્વના ડોક્યુમેન્ટ ટ્રસ્ટીઓએ તુરંત તૈયાર કરી રાખવા જરૂરી છે. (અતુલકુમાર વૃજલાલ શાહ, સીએ, મુંબઈ)