કોવિડ પછી ૧૨૦ દિવસથી વધુની સઘન ICU સારવાર બાદ દર્દીનો બચાવ
અમદાવાદ, હાલ વિશ્વમાં કોરોના નામક મહામારીએ હાહાકાર મચાવ્યો છે. જેમાં મનુષ્ય જીવન પર ખૂબજ મોટી અસર જાેવા મળી છે. તેવામાં અમદાવાદની રેડિઅન્સ હોસ્પિટલમાં કોરોનાના ખરાબ સંર્ક્મણ બાદ દર્દીના અલગ અલગ અવયવોમાં ચેપ લાગ્યા બાદ જટિલ અને સઘન ૧૨૦ દિવસ જેટલી લાંબી સારવાર બાદ દર્દી સ્વસ્થ થયા.
દર્દીને જયારે કોવિડ પોઝિટિવ આવ્યા ત્યારે તેમને કોઈપણ જાતના શરીરમાં રોગ નહતા. કોવિડ હોસ્પિટલમાંથી નેગેટિવ થયા બાદ તેમને ફેફસામાં ફાઇબ્રોસિસ થયેલ જેથી દર્દીને રેડિઅન્સ હોસ્પિટલમાં સિનિયર પલ્મોનોલોજિસ્ટ ડો. અજય શાહ ની સારવાર હેઠળ દાખલ કરેલ હતા.
ત્યારબાદ દર્દીને ફેફસા ઉપરાંત શરીરના અન્ય અવયવોમાં જેવાકે, મગજ અને કિડની માં પણ ઇન્ફેકશન જાેવા મળ્યા. આની સાથે ફેફસામાં પણ પંચર પડેલ હતું. જેના કારણે શરીર ફૂલી ગયું હતું અને સ્નાયુઓ નબળા પણ પડી ગયા હતા. ફેફસાના ચેપને સુધારવા માટે ફાઇબ્રોસિસથી ફેફસા પૂર્ણ શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરી શકે તે માટે વેન્ટિલેટર પર રાખ્યા હતા. ત્યારે રેડિઅન્સ હોસ્પિટલના આઇસીયુ નિષ્ણાંત ડો.પારસ પટેલ,મેડિકલ ઓફિસર ડો. અંકિત ઠાકર તથા નર્સિંગ સ્ટાફનો ખુબજ મહત્વનો ફાળો છે. આ સારવાર દરમ્યાન તેમને આંચકી / તાણ પણ આવેલ જેના માટે મગજના નિષ્ણાંત ડો.દેવશી વિશાણા દ્વારા સારવાર આપવામાં આવેલ હતી.
ધીમે ધીમે દર્દીની તબિયતમાં સુધારો થતો જાેવા મળ્યો. જેને કારણે ડોક્ટરે સગા સબંધી જાેડે ચર્ચા કર્યા બાદ દર્દીને અન્ય કોઈ પણ ઇન્ફેકશનનો ભોગ ના બને તેના માટે તેમેને ઘરે આ બધીજ સારવાર આપવાનો ર્નિણય કર્યો. જ્યાં એમને કુલ ૬૦ દિવસો જેટલી સારવાર ઘરમાં આપવામાં આવી હતી.
જેમાં રેડિઅન્સ હોસ્પિટલના આઇસીયુ નિષ્ણાંત ડૉક્ટર, મેડિકલ ઓફિસર તથા નર્સિંગ સ્ટાફની ટીમ દ્વારા દર્દીની દરેક પળની માહિતી ડો. અજય શાહ ને વિડીયોકોલ કરીને જણાવામાં આવી હતી. બધા પ્રકારની એન્ટિબાયોટિક ડ્રગ જે ઇન્ફેકશનમાં વપરાય છે તે બધી આ દર્દીમાં વાપરેલ છે.
ફાઇબ્રોસિસની જે નવી દવા શોધાઈ છે તેનો પણ ઉપયોગ થયેલ છે. ધીમે ધીમે દર્દીની તબિયતમાં હકારાત્મક સુધારો જાેવા મળ્યો હતો. હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમાં તેમના સગા સબંધીઓ સંપૂર્ણ ફાળો આપ્યો છે. આવા સમયે કોઈપણ વ્યક્તિ માનસિક રીતે નાસીપાસ થતી જાેવા મળે છે.
આ દર્દીના કિસ્સામાં તદ્દન હકારાત્મક વલણ બતાવી દર્દીએ ડોક્ટર પર સંપૂર્ણ વિશ્વાસ અને ધીરજ દાખવી તેમની સારવા ની સરાહ કરેલ છે. આજના યુગમાં એ બાબત દર્શાવે છે કે કોઈપણ જટિલ બીમારીને હરાવી હોય તો એ દર્દીના અને તેમના સગાના વિશ્વાસ અને ધીરજથી શક્ય બને છે.