Western Times News

Gujarati News

કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં કરવા પર મુલાયમની વિરૂધ્ધ એફઆઇઆર

પ્રયાગરાજ, સંગમ નગરી પ્રયાગરાજમાં કોવિડ પ્રોટોકોલમાં બેદરકારી દાખનાવર પ્રાઇવેટ હોસ્પિટલો પર પ્રશાસન હવે સખ્ત થયું છે આવી હોસ્પિટલોને હવે સીલ કરવા અને સંચાલકની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવાની સાથે જ નોટીસ જારી કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  સુત્રોના જણાવ્યા અનુસાર ગ્રામીણ વિસ્તારોની છ હોસ્પિટલો અને કલીનિકને સીલ કરી દેવામાં આવી તેમાંથી બેની વિરૂધ્ધ એફઆઇઆર પણ દાખલ કરાવવામાં આવી આ સાથે જ ૪૬ સંચાલકોને નોટીસ પણ જારી કરવામાં આવી નોટીસનો સંતોષજનક જવાબ નહીં આપનાર હોસ્પિટ વિરૂધ્ધ આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે.

જે પ્રાઇવેટ હોસ્પિટલોની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેના પર પોઝીટીવ દર્દીની માહિતીને છુપાવવી,મંજુરી વિના સારવાર કરવી અને મેડિકલ પ્રોટોકોલનું પાલન કરવાની સાથે જ પોતાની હોસ્પિટલ્સમાં કોવિડ હેલ્પ ડેસ્ક નહીં બનાવવાનો આરોપ છે જીલ્લા સીએમઓ ડો જીએમ બાજપાઇએ કહ્યું કે જે છે પ્રાઇવેટ હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે તેમાં મુલાયમસિંહ યાદવના શહેરથી લગભગ પાંચ કિમી દુર મઉઆઇમાના ગદિયાની ગામમાં ચાલનાર હોસ્પિટલ પણ પણ સામેલ છે. ગંભીર બેદકારીના આરોપમાં મુલાયમસિંહ યાદવની વિરૂધ્ધ મફઆઇમાં પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. મુલાયમસિંહ યાદવ પર કોવિડ દર્દીની જાન ખતરામાં નાખવાનો આરોપ છે.

સીએમઓ ડો બાજપાઇએ જણાવ્યું હતું કે આ પ્રાઇવેટ હોસ્પિટલોના સંચાલકો અને ડોકટરોને કારણે જ પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓના મોત થયા જાે તેમને તેના સંક્રમિત થવાની માહિતી મળતા જ પ્રશાસનને આપી હોત તો સમય પર સારવાર થવાથી તેમની સ્થિતિ ગંભીર ન થાત અને અનેક લોકોના જીવ બચી જાત સીએમઓના જણાવ્યા અનુસાર આ રીતની કાર્યવાહી સતત જારી રહેશે. કહેવામાં આવે છે કે દેશ હાલના દિવસોમાં કોરોનાની મહામારીથી ઝઝુમી રહ્યો છે તમામ ડોકટર પોતાનો જીવ જાેખમમાં નાખી કોરોના પીડિતોની જીંદગી બચાવવામાં લાગ્યા છે પરંતુ કેટલાક લાલચુ મેડિકલ સ્ટાફ આ આપદાને પણ અવસરમાં ફેરવવાથી દુર રહી શકતા નથી પૈસા કમાવવાના ચકકરમાં તેઓ લોકોની સાથે ખિલવાડ કરે છે અને કોરોના સંક્રમણને વધારવામાં મદદ કરી રહ્યાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.