કોવિડ રસીકરણ બુસ્ટર ડોઝ અન્ય વ્યક્તિઓને પ્રાઈવેટ રસીકરણ કેન્દ્ર ખાતે ઘટાડેલા દરે ઉપલબ્ધ થશે

ગોધરા,કોવિડ રસીકરણ બુસ્ટર ડોઝ ૧૮ થી ૫૯ વર્ષની વય જુથના વ્યક્તિઓને બીજો ડોઝ આપ્યાના ૯ માસ બાદ લેવાનો હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ રસીકરણ કોરોના સામે લડત આપવા માટે જરૂરી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા અર્થે જરૂરી છે. બુસ્ટર ડોઝ ફન્ટ લાઇન કાર્યકર, આરોગ્ય કર્મચારી તેમજ સિનિયર સિટીજન ને સરકાર ધ્વારા નિશુલ્ક આપવામાં આવે છે.
તેમજ અન્ય વ્યક્તિઓ અર્થે પ્રાઈવેટ રસીકરણ કેન્દ્ર ખાતે રૂા.૨૨૫ વેક્સિન ખર્ચ તેમજ ૫% જી.એસ.ટી. તેમજ હોસ્પિટલ સર્વિસ ચાર્જ રૂા.૧૫૦ પ્રતિ ડોઝ ના ઘટાડેલા દરે રસીકરણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. રસીકરણ અર્થ નીચે મુજબની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવેલ છે. જ્યાંથી વેક્સિન મેળવી શકાય છે.
જેમાં જે.બી. જનરલ હોસ્પિટલ, અણીયાદ, જાહવી ઓર્થોપેડિક હોસ્પિટલ હાલોલ, શ્રી વિનાયક હોસ્પિટલ, કાલોલ, નંદ હોસ્પિટલ હાલોલ, મા સર્જીકલ હોસ્પિટલ હાલોલ, વાત્સલ્ય હોસ્પિટલ ઘોઘંબા, શ્રદ્ધા હોસ્પિટલ સંતરોડ, શ્રી વિનાયક જનરલ અને મેટરનીટી હોસ્પિટલ ઘોઘંબા, જય ઓર્થોપેડિક હોસ્પિટલ હાલોલ, નિરામય હોસ્પિટલ હાલોલ, સ્ટેગો હોસ્પિટલ ગોધરા છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત પંચમહાલ-ગોધરાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.