કોવિડ-લોકડાઉન ભયઃ વેપારીઓ આવશ્યક ચીજાેનો સ્ટોક કરવા લાગ્યા
નવીદિલ્હી, દેશમાં ઓમિક્રોન સહિતના કોરોનાના સતત વધતા જતા કેસમાં હવે લોકડાઉન નહી તો પણ અનેક પ્રકારના નિયંત્રણો આવી શકે છે અને જે રીતે ઓમિક્રોને સૌથી ઝડપથી સંક્રમીત કરતો વેરીએન્ટ છે તે જાેતા લોકડાઉન આવે તેવી શકયતા એ ધ્યાનમાં રાખી ફુડ તથા આવશ્યક ચીજાેનું ઉત્પાદન, ડીસ્ટ્રીબ્યુશન કરતી કંપનીઓએ ખાદ્ય સહિતની ચીજાેનો મોટા પાયે સ્ટોક કરવા લાગ્યા છે.
ખાસ કરીને ખાદ્યતેલ, ચોખા, ઘઉં, દાળ, ચા સહિતના ઉત્પાદનોમાં છેક લોકલ, રીટેલરની ડિમાન્ડ પણ વધી ગઈ છે. અદાણી વ્હીલપર જે ફોચ્યુન બ્રાન્ડની ખાદ્યતેલ વેચે છે.
એ તેના દેશભરના ૯૨ ગોદાઉનમાં ઓછામાં ઓછા ૧૨ દિવસનો સ્ટોક કરી લીધો છે જે સામાન્ય દિવસોમાં ૧૦ દિવસના હોય છે. આ મુખ્યત્વે કોરોનાની ચિંતા ઉપરાંત જાન્યુઆરીના મધ્યથી હવે લગ્ન સિઝન ફરી શરુ થવાની છે અને તેથી સામાન્ય કરતા માંગ વધી જશે.
જાે કે આ સ્ટોક અને ચિંતા છતાં ભાવ સપાટી પર કોઈ મોટો ફર્ક પડશે નહી. દાળ, કઠોળ વિ.ના ભાવમાં થોડી વધઘટ થશે તો ડીસ્ટ્રીબ્યુટર્સ પણ તેના સામાન્ય કરતા ૨૦-૨૫% વધુ સ્ટોક કરવા લાગ્યા છે. બજારમાં હાલ નવી સપ્લાય ચાલુ જ છે. ભારત દર વર્ષે ૨૫૦ લાખ ટન પ્રોટીન-સમુદાય ખોરાક લે છે અને તેમાં ૧થી૧.૫ મીલીયન ટન થાય છે.HS