કોવિડ સામેની મોદી સરકારની સુનિયોજિત લડાઇ છે: રાહુલ ગાંધી
નવીદિલ્હી, રાહુલ ગાંધી દેશના અનેક મુદ્દાઓ પર પીએમ મોદી અને મોદી સરકાર પર સતત પ્રહારો કરતા આવ્યા છે આજે ફરી તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે રાહુલ ગાંધીએ જીડીપી અને કોરોનાને લઇ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે કોવિડ સામેની મોદી સરકારની સુનિયોજિત લડાઇ છે. જીજીપીમાં ઐતિહાસિક ૨૪ ટકાનો ઘટાડો થયો છે દેશમાં ૧૨ કરોડ નોકરી છીનવાઇ ગઇ છે ૧૫.૫ લાખ કરોડની વધારાની લોનનું ભારણ છે અને વિશ્વમાં રોજ ભારતમાં સૌથી વધુ કેસ નોંધાય છે છતાં પણ સરકાર કહે છે કે બધુ બરાબર છે.
એ યાદ રહે કે આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે મોદી સરકારની નીતિઓના કારણે દેશમાં કોરોડો નોકરીઓ જતી રહી છે જયારે જીડીપીમાં ઐતિહાસિક ઘટાડો થયો છે જેના કારણે ભારતીય યુવાઓનું ભવિષ્ય જાેખમમાં મુકાઇ ગયું છે આવા સરકારને તેમનો અવાજ સંભળાવીએ. આ ઉપરાંત પણ રાહુલે પોતાની ટ્વીટમાં અગાઉ લખ્યું હતું કે અચાનક કરવામાં આવેલ લોકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ જેવું સાબિત થયું છે ૨૧ દિવસમાં કોરોના ખતમ કરવાનો વાયદો હતો પરંતુ કરોડો રોજગાર અને નાના ઉદ્યોગ ખતમ કર્યા મોદી જીનો જનવિરોધી ડિઝાસ્ટર પ્લાન જાણવા માટે વીડિયો જાેવો રાહુલ ગાંધીએ આ મુદ્દે એક વીડિયોમાં કહ્યું હતું કે કોરોનાના નામ પર જે કરવામાં આવ્યું તે અસંગિઠત ક્ષેત્ર પરત્રીજુ આક્રમણ ત્રીજાે વાર હતો પરંતુ ગરીબ લોકો રોજ કમાય છે અને રોજ ખાય છે નાના મધ્યમ વર્ગના વ્યાપારની સાથે પણ આમ જ થયું છે. નોટિસ વગર લોકડાઉન કરી તમે તેના પર આક્રમણ કર્યું વડાપ્રધાન જીએ કહ્યું હતું કે ૨૧ દિવસમાં લડાઇ થશે અસંગઠિત ક્ષેત્રની કરોડરજજુનું હાડકુ તુટી ગયું રાહુલ ગાંધી ટ્વીટ કરીને દેશના અનેક મુદ્દાઓ પર સરકારને ધેરતા આવ્યા છે.HS