કોવિડ હૉસ્પિટલમાં દર્દીને માર મારવાનો વીડિયો વાયરલ થયો
રાજકોટ: રાજકોટની સિવિલની કોવિડ-૧૯ હૉસ્પિટલમાં એક કોરોના દર્દીને માર મારવાનો એક વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હૉસ્પિટલનો સુરક્ષા સ્ટાફ તેમજ પીપીઈ કીટ પહેરેલા વ્યક્તિઓ આ દર્દીને માર મારી રહ્યા છે. બીજી તરફ દર્દી પાણી આપ, મારી નાખો જેવા શબ્દો બોલી રહ્યો છે. આ દર્દીને શા માટે માર મારવામાં આવ્યો હતો તેની કોઈ માહિતી સામે આવી નથી. સિવિલ હૉસ્પિટલમાંથી આવી ઘટના સામે આવતા ચકચાર મચી છે. કારણ કે કોરોનાના દર્દીઓ અહીં સાજા થવા માટે આવતા હોય છે, હવે તેમને જ માર મારવામાં આવતો હોવાની ઘટના સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે.
આ મામલે સિવિલ હૉસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વીડિયોમાં શું જોવા મળે છે? વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પીપીઈ કીટ પહેરેલા બેથી ત્રણ લોકો દર્દીને જમીન પર પછાડી દે છે. જે બાદમાં એક વ્યક્તિ તેનો હાથ પકડી રાખે છે અને બીજો વ્યક્તિ દર્દીની છાતી પર પોતાનો ગોઠણ મૂકીને તેને દબાવી રાખે છે. આ દરમિયાન પીપીઈ કીટ પહેરેલો વ્યક્તિ તેના ગાલ પર તમાચા મારી રહ્યો છે. બીજી તરફ હૉસ્પિટલના સુરક્ષા ગાર્ડ પણ હાથમાં લાકડી લઈને આસપાસ ફરતા નજરે પડી રહ્યા છે.
પીપીઈ કીટ પહેરેલા અન્ય લોકો પણ અહીં ફરતા જોવા મળી રહ્યા છે. કોરોના દર્દીને માર મારવો કેટલું યોગ્ય? ઃ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ દર્દી હૉસ્પિટલમાંથી વારંવાર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે બાદમાં તેને પકડીને માર મારવામાં આવ્યો હતો. જોકે, દર્દી પહેલા જ કોરોનાની બીમારીથી પીડાઈ રહ્યો છે ત્યારે તેને માર મારવો કેટલું યોગ્ય છે તે બાબતે પણ લોકોમાં ચર્ચા જાગી છે. લોકોનું કહેવું છે કે જો દર્દી હૉસ્પિટલના નિયમ તોડી રહ્યો છે.