કોવિડ ૧૯ના ખતરા વચ્ચે વિદેશોમાં ભારતીયોએ ગણતંત્ર દિવસની ઉજવણી કરી

બીજીંગ, ચીન સિંગાપુર ઓસ્ટ્રેલિયા સહિત અનેક અન્ય દેશોમાં ભારતીય પ્રવાસીઓએ મંગળવારે ૭૨માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. કોવિડ ૧૯ વૈશ્વિક મહામારીને કારણે આ વખતે સમારોહમાં વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યા ન હતાં અને આ પ્રસંગ પર આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમોને લોકોએ ડિઝીટલ રીતે જાેયા.
ચીનમાં ભારતના રાજદુત વિક્રમ મિસ્ત્રીએ બીજીંગમાં ભારતીય દુતાવાસમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો ચીનના પાટનગરમાં કોવિડ ૧૯ની વર્તમાન સ્થિતિને કારણે આ વખતે સમારોહમાં ફકત મિશનના અધિકારી અને તેમના પરિવારજનો જ પહોંચ્યા હતં.
મિસ્ત્રએ રાષ્ટ્રના નામે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન વાંચ્યું હતું તેમણે ચૈતી આટ્ર્સ ફાઉન્ડેશ દ્વારા બનાવવામાં આવેલ વંદે માતરમના એક વિશેષ વાદ્ય ગીતને પણ જારી કર્યું બીજીંગ અને અનેક શહેરોમાં ફરીથી કોરોના વાયરસના મામલા વધ્યા છે જેને કારણે સ્થાનિ સરકારોએ સમારોહને પ્રતિબંધિત કરી રાખ્યા છે. ઇસ્લામાબાદ ખાતે ભારતીય ઉચ્ચાયોગે એક ટ્વીટમાં કહ્યંુ કે જાેશ ઉત્સાહની સાથે ગણતંત્ર દિવસ માનવવામાં આવ્યો મિશનરી પ્રભારી સુરેશ કુમારે તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રપતિનો સંદેશ વાંચી સંભળાવ્યો એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું જેમાં દેશભક્તિપૂર્ણ ગીતો અને કવિતઓનું પાઠ થયું.
બાંગ્લાદેશના ઢાકામાં ભારતીય ઉચ્ચાયોગે ભારતીય સમુદાયના સભ્યોની સાથે ગણતંત્ર દિવસ મનાવ્યો ઉચ્ચાયુકત વિક્રમ દુરઇસ્વામીએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને કાર્યક્રમમાં રાષ્ટ્રપતિનો સંદેશ વાંચ્યો કોલંબોમાં ભારતીય ઉચ્ચાયોગમાં ઉચ્ચાયુકત ગોપાલ બાગલે તિરંગો લહેરાવ્યો આ પ્રસંગ પર એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આયોજીત કરવામાં આવ્યો હતો ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચાયુકત ગીતેશ શર્માએ કેનબરામાં દુતાવાસની અંદર તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રપતિનો સંદેશ વાંચ્યો જયારે સિંગાપુરમાં ભારતના ઉચ્ચાયુકત પી કુમારનને ગણતંત્ર દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું અને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો તેમણે ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિગના માધ્યમથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો સંદેશ વાંચ્યો.
કોવિડ ૧૯ના સુરક્ષા ઉપાયોને ધ્યાનમાં રાખી ફકત ઉચ્ચાયોગના સભ્યો જ સમારોહમાં સામેલ તયા ઉચ્ચાયોગે કહ્યું કે મંગવારે સાજે ઓનલાઇન રીતે ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન કાર્યાલયમાં સિંગાપુરના મંત્રી ડો તેન સી લેંગ સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.HS