કોવિડ-૧૯ની વચ્ચે સત્તાની લાલચ સાથે કામ કરવાથી અરાજકતા પેદા થશે: ઉદ્ધવ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પૂર્વ સાથીદાર ભાજપ પર નામ લીધા વિના નિશાન તાકીને કહ્યું કે કોરોના મહામારી દરમિયાન ‘સત્તાની લાલચ’ સાથે કામ કરવાથી ‘અરાજકતા’ પેદા થશે.
મુખ્યમંત્રી ઠાકરેએ એક મરાઠી અખબાર દ્વારા આયોજીત એક ઓનલાઈન સંવાદમાં ભાગ લેતાં એમ પણ કહ્યું કે લોકો તેમને માફ નહીં કરે, જાે તેમણે સ્પષ્ટ ન કર્યું કે એ કેમ ઈચ્છતા હતા. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જાે મને વોટ આપનાર લોકો કોવિડ-૧૯ મહામારીથી નહીં બચે શકે તો સત્તાનો શું ફાયદો ?
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની વિપક્ષી પાર્ટી ભાજપનું નામ લીધા વિના એમ પણ કહ્યું કે, કોવિડ-૧૯ની વચ્ચે સત્તાની લાલચ સાથે કામ કરવાથી અરાજકતા પેદા થશે. તેમણે ઉમેર્યું કે, મારું મુખ્યમંત્રી બનવાનું લક્ષ્ય ક્યારેય હતું નહીં અને શિવસેનાનો એક કાર્યકર મુખ્યમંત્રી બનશે, બાળ ઠાકરેનું આ વચન હજું પૂર્ણ થયું નથી. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે, મારી વલણ રાજનીતિ તરફ નહતું
હું મારા પિતાને મદદ કરવા માટે રાજનીતિમાં આવ્યો હતો. ૧૦૦ વર્ષ પછી એક મહામારી મુખ્યમંત્રી તરીકે મારા કાર્યકાળમાં આવી છે. હું ક્યારેય જવાબદારીથી ભાગ્યો નથી. હું મારી ક્ષમતા અનુસાર જે કરી શકું છું, એ કરી રહ્યો છું. ઉદ્ધવ ઠાકરેને એક સવાલ પૂછવામાં આવ્યો કે ૨૦૧૯માં ભાજપ સાથે ખત્મ થયેલું શિવસેનાનું ગઠબંધન ફરી પુનર્જીવિત થશે, તો પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું કે, ભાજપના નેતા પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેના અવસાન બાદ સંબંધો અને વિશ્વાસમાં ફરક પડ્યો છે.