કોવિડ-૧૯ની વિરુદ્ધ વેક્સિન લેવી એટલી સરળ હોતી નથી
નવી દિલ્હી: દુનિયાભરમાં કરોડો લોકોને પ્રભાવિત કરી ચૂકેલા કોરોના વાયરસને હરાવવા માટે વેક્સીનની રાહ જોવામાં આવી રહી છે. સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો અને ટ્રાયલ્સની સફળતા પર બધાની નજર છે. તમામને આશા છે કે કોરોના વાયરસની વિરુદ્ધ વેક્સીન મોટું હથિયાર સાબિત થશે. જ્યારે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું કે માત્ર વેક્સીન મહામારીથી નહીં બચાવે. વેક્સીનના આ ફાયદો તો બધા જ જાણે છે
પરંતુ એ જાણકારી પણ આપના માટે ખૂબ જરૂરી છે કે કોવિડ-૧૯ને હરાવવાના યુદ્ધમાં વેક્સીન આપના સ્વાસ્થ્યને બીજી રીતે પ્રભાવિત કરી શકે છે. એક્સપર્ટ્સે કેટલીક સાઇડ ઇફેક્ટ્સની આશંકા વ્યક્ત કરી છે. વેક્સીનની સાઇડ ઇફેક્ટસ સામાન્ય વાત છે. પરંતુ કોરોના વેક્સીનને લઈને પણ એક્સપર્ટ્સનું કહેવું છે કે કોવિડ-૧૯ની વિરુદ્ધ વેક્સિન લેવી એટલી સરળ નથી હોતી.
અનેક લોકોમાં અજબ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ જોવા મળવાની શક્યતા છે. જોકે, સાઇડ ઇફેક્ટ્સથી વધુ ગભરાવવાની જરૂર નથી. એ વાત સ્પષ્ટ છે કે કોઈ પણ એવી કોવિડ-૧૯ વેક્સીનને મંજૂરી નહીં આપવામાં આવે જેનામાં જીવલેણ સાઇડ ઇફેક્ટ્સ છે. વેક્સીન ટ્રાયલ્સ દરમિયાન અનેક લોકોને તાવ અને માથાના દુખાવાનો સામનો કરવો પડ્યો. મીડિયા રિપોર્ટ્સ માનીએ તો વેક્સીન રેસમાં આગળ વધવા માટે મોડર્નાની વેક્સીન બાદ એક વ્યક્તિને લગભગ ૧૦૨ ડિગ્રી તાવ આવ્યો હતો અને તેને ખૂબ ઠંડી લાગવા લાગી હતી.
જોકે તેનાથી તેમણે એ સ્પષ્ટ કર્યું કે આ લક્ષણ કેટલાક કલાકો બાદ આપ મેળે શાંત થઈ ગયા હતા. બીજી તરફ કેટલાક લોકોએ વેક્સીન લીધાના થોડા સમય બાદ માથાના જોરદાર દુખાવાની ફરિયાદ કરી હતી. જોકે, વેજ્ઞાનિક તેને સામાન્ય વાત માને છે. તેમનું કહેવું છે કે વેક્સીન લીધા બાદ તાવ આવે જ છે. આ ઉપરાંત પણ આપને કેટલીક સાઇડ ઇફેક્ટસ અનુભવાય છે. ટ્રાયલ્સમાં સામેલ કેટલાક લોકોમાં પેટ સંબંધિત સમસ્યાઓ નોંધવામાં આવી.
બીજી તરફ વેક્સીનથી આપની પાચનશક્તિ પણ પ્રભાવિત થઈ શકે છે. ફાઇઝર, મોડર્ના અને ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા જેવી વેક્સીન રેસને મોટા ખેલાડીઓની વેક્સીન ટ્રાયલમાં લોકોને દુખાવાની વાત સામે આવી. માનવામાં આવી રહ્યું છે કે વેક્સીનના ઉપયોગ બાદ સ્નાયુઓ અને દુખાવામાં પણ સોજો આવી શકે છે. આ ઉપરાંત માથાનો દુખાવો અને માઇગ્રેન થવાની પણ આશંકા છે.