Western Times News

Gujarati News

કોવિડ-૧૯નો બૂસ્ટર ૯ મહિનાને બદલે ૬ મહિનામાં લગાડી શકાય છે

નવી દિલ્હી, દેશમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ હવે ૯ને બદલે ૬ મહિનામાં લગાવી શકાશે. કેન્દ્ર સરકારે આ અંગે આજે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે હવે કોરોનાનો બૂસ્ટર ડોઝ ૯ મહિનાના બદલે ૬ મહિનામાં લાગશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને આ અંગે માહિતી આપી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે  NTAGI એ કોરોનાના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝની મર્યાદા ૯ મહિના અથવા ૩૯ અઠવાડિયાથી ઘટાડીને ૬ મહિના અથવા ૨૬ અઠવાડિયા કરવાની ભલામણ કરી છે.

સ્વાસ્થ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઈમ્યુનાઈઝેશન ની ભલામણ બાદ બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના ૯ મહિનાના અંતરાલને ઘટાડીને ૬ મહિના કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૧૮ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકો હવે ૬ મહિનામાં બૂસ્ટર ડોઝ લઈ શકશે.કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ ભલામણ બાદ હવે ૧૮-૫૯ વર્ષના તમામ લોકો જેમણે કોરોનાનો બીજાે ડોઝ લીધાના ૬ મહિના અથવા ૨૬ અઠવાડિયા પૂરા કર્યા છે, તેઓ કોવિડ-૧૯નો બૂસ્ટર ડોઝ લઈ શકે છે.

નોંધનીય છે કે, કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના સબ-વેરિઅન્ટ BA.૨.૭૫ના ફેલાવા પછી દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારે વિલંબ કર્યા વિના બૂસ્ટર ડોઝની અવધિ ઘટાડવાનો ર્નિણય લીધો છે.

ઓમિક્રોનના આ સબ-વેરિયન્ટને કારણે છેલ્લા અઠવાડિયામાં દેશમાં એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. ૭ દિવસનો આ આંકડો છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ છે. ૨૭ જૂનથી ૩ જુલાઈની વચ્ચે કોવિડના ૧.૧૧ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ૧૯૨ મૃત્યુ નોંધાયા હતા. તેમાંથી ૪૪ ટકા મૃત્યુ કેરળમાં થયા છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.