કોવિડ-૧૯ માટેની ખાનગી હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ
અમદાવાદ: શહેરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. જેના પરિણામરુપે ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. કેટલીક હોસ્પિટલો તો એવી છે જેમની પાસે એક બેડ પણ ખાલી નથી. બીજી તરફ સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં બેડ ખાલી છે, પરંતુ સ્થિતિને જોતા મોટાભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરી રહ્યા છે.
ગોતામાં રહેતા શ્રેય ચાવડાની (નામ બદલ્યું છે) વાત કરીએ તો, રવિવારે સાંજે એસજી રોડ પાસે આવેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં પોતાની કોરોનાથી સંક્રમિત માતા માટે આઈસીયુ બેડ શોધવા તેણે અહીંયાથી ત્યાં દોડધામ કરી હતી. મારી માતાની તબિયત લથડતી જઈ રહી હતી અને ડોક્ટરોએ કહ્યું કે, તેને આઈસીયુ કેરની જરૂર છે. હોસ્પિટલ પાસે આઈસીયુ બેડ ન હોવાથી અમારે તેવી હોસ્પિટલ શોધવી પડવી જ્યાં તેને દાખલ કરી શકાય’, તેમ ચાવડાએ કહ્યું હતું.
‘ઘણા કલાકો સુધી દોડધામ કર્યા બાદ આખરે તેને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ચાવડાનો કિસ્સો જટિલ એટલા માટે હતો કારણ કે તેના પિતા પહેલાથી જ કોવિડ-૧૯ હોસ્પિટલમાં જીવન માટેની લડાઈ રહ્યા હતા. બેડના અભાવના કારણે તેના માતા-પિતા એક જ હોસ્પિટલમાં સાથે રહી શક્યા નહીં. શહેરમાં સપ્ટેમ્બરમાં સરેરાશ ૧૫૪ કેસોની સરખામણીમાં શનિવારે અને રવિવારે અનુક્રમે ૧૭૫ અને ૧૭૮ કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં શહેરમાં ૮૭ મૃત્યુ નોંધાયા હતા,
જે સુરતના ૫૩ અને વડોદરાના ૩૧ કરતાં વધારે છે. આ પરિસ્થિતિનો સામનો કરનાર ચાવડા એકલો નથી, કેસોમાં વધારો થતાં ખાનગી હોસ્પિટલોમાં બેડ શોધવા તે એક અઘરુ કામ બની ગયું છે. સરકાર દ્વારા સંચાલિત સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલના વહીવટદારોએ કહ્યું કે, તેમણે આવી સમસ્યાનો સામનો કર્યો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ અમદાવાદના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવારને પ્રાથમિકતા આવે છે અને કેસમાં વધારો થતાં તેની અસર હોસ્પિટલના ઈન્ફાસ્ટ્રક્ચર પર જોવા મળે છે.