કોવિડ-19ના વ્યવસ્થાપન માટે GoMએ વર્તમાન સ્થિતિ અને લેવાયેલા પગલાંની સમીક્ષા કરી
મંત્રીઓના સમૂહે કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. મંત્રીઓના સમૂહે અત્યાર સુધીમાં લેવાયેલા પગલાં અને સુરક્ષાત્મક વ્યૂહરચના તરીકે સામાજિક અંતરના પગલાંની વર્તમાન સ્થિતિ અંગે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે લીધેલા પગલાં વધુ મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી. રાજ્યોની ક્ષમતા વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં, કોવિડ-19 માટે સમર્પિત હોસ્પિટલો તૈયાર કરવા પૂરતા પ્રમાણમાં સંસાધનો, તબીબી સંસ્થાઓને PPE, વેન્ટિલેટર અને અન્ય આવશ્યક ઉપકરણોથી સજ્જ કરવી વગેરે મુદ્દે પણ વિગતવાર ચર્ચા થઇ હતી.