કોવિડ-19ના શટડાઉન વચ્ચે વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મેરિટનેશન ધોરણ 6-12 માટે ફ્રી ઓનલાઇન લાઇવ વર્ગો આપે છે
કોવિડ-19 મહામારીનો ઉત્પાત ફાટી નીકળ્યો છે અને તેના પરિણામે પેદા થયેલી અનિશ્ચિતતાની અસર ભારતભરની શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પર થઈ છે. આ પરિસ્થિતિનો સામનો કરવા પરીક્ષાની તૈયારી કરાવતી અગ્રણી કંપની, આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ (એઈએસએલ)ની પેટાકંપની અને ભારતીય એડટેક કંપની મેરિટનેશન લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ માટે ખાસ ફ્રી લાઇવ વર્ગો ચલાવી રહી છે અને તેમને તેમનો અભ્યાસ ચાલુ રાખવામાં મદદ કરી રહી છે.
મેરિટનેશને લોકડાઉન પૂરું ન થાય ત્યાં સુધી ધોરણ 6-12ના વિદ્યાર્થીઓ માટે વિના ખર્ચે તેના લાઇવ વર્ગો અને અભ્યાસના સંસાધનોની સંપૂર્ણ શ્રેણી ખોલી છે. મેરિટનેશન દ્વારા પૂરા પાડવામાં આવતા ચડિયાતા અભ્યાસ સંસાધનોમાં નીચેનો સમાવેશ થાય છે:
મેરિટનેશન જેઈઈ/એનઈઈટી માટે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પણ વિનામૂલ્યે લાઇવ ક્લાસિસનું આયોજન કરે છે. મેરિટનેશન દ્વારા લેવાતા ફ્રી લાઇવ ક્લાસીસ વિશેની વધુ વિગતો અહીં જોઈ શકાય છે – www.meritnation.com/liveclass
મેરિટનેશનના સ્થાપક અને સીઈઓ, શ્રી પવન ચૌહાણ માને છે કે અનુકૂલન કરવાની ક્ષમતા સફળતા માટે મહત્વપૂર્ણ છે. “ભારતભરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મોટી સંખ્યામાં ઓનલાઇન આવે છે. દરરોજ હજારો વિદ્યાર્થીઓના જોડાવા સાથે અમારા લાઇવ ક્લાસની લોકપ્રિયતા સ્પષ્ટપણે દર્શાવે છે કે વિદ્યાર્થીઓ વધુને વધુ ઓનલાઇન શિક્ષણના વિચારથી ટેવાઈ રહ્યા છે. લોકડાઉન મોકુફ ન રહે ત્યાં સુધી મેરિટનેશન તેના પ્લેટફોર્મ પર ફ્રી લાઇવ ક્લાસીસ પ્રદાન કરવાનું ચાલુ રાખશે અને વિદ્યાર્થીઓને તેમના ઘરની સલામતીમાંથી અભ્યાસ કરવા માટે તમામ મદદ મળે તેની ખાતરી રાખશે. બધા શિક્ષકો તેઓને વિદ્યાર્થીઓને મદદ કરવા જરૂર પડી શકે એવી કોઈપણ સહાય માટે મેરિટનેશન પાસે પહોંચી શકે છે,” એમ તેમણે જણાવ્યું હતું.
આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ (એઈએસએલ)ના ડિરેક્ટર અને સીઇઓ શ્રી આકાશ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, “એઈએસએલ પરિવાર માટે, “સ્ટુડન્ટ ફર્સ્ટ” હંમેશા અમારો અગત્યનો વાહક રહ્યો છે. વિદ્યાર્થીઓ કે જેઓ ઘરેથી તેમનું શિક્ષણ ચાલુ રાખી રહ્યા છે તેમને મદદની જાહેરાત કરતા મને ખુશી થાય છે. કોવિડ-19 વાયરસને કારણે શિક્ષણમાં પડેલા વિક્ષેપ પર અમારા ટેક પ્લેટફોર્મને જીતવા દઇએ.”