Western Times News

Gujarati News

કોવિડ-19ની રસીઓને અસરકારક તાપમાને જાળવવા ગોદરેજે સ્ટોરેજ યુનિટ બનાવ્યા

ગોદરેજએ કોવિડ-19 રસી માટે ભારતને સજ્જ કરવામાં મદદરૂપ થવા રસીની કોલ્ડ ચેઇનને મજબૂત કરી

~ કોવિડ-19 રસીનો સંગ્રહ કરવા માટે જ લગભગ રૂ. 150 કરોડના મૂલ્યના વિવિધ ઓર્ડર મળ્યાં

મુંબઈઃ રોગચાળાથી દુનિયાભરમાં વ્યવસાયો અને લોકોના જીવનમાં મોટો વિક્ષેપ ઉત્પન્ન થયો છે. જ્યારે દુનિયા મોટા પાયે રસીની કાગડોળે રાહ જોઈ રહી છે, ત્યારે 10 મિલિયનથી વધારે કેસ સાથે આ રોગચાળાની બીજી સૌથી વધુ માઠી અસરનો ભોગ બનેલા ભારત આગામી મહિનાઓમાં કોવિડ-19 રસીકરણના મોટા પાયે અભિયાન ચલાવવા માટે સજ્જ થઈ રહ્યો છે. રાજ્ય સરકારો અને સરકારી એકમો સાથે ભારત સરકાર રસી મેળવવા અને અભિયાનને આગળ વધારવા કોલ્ડ ચેઇનના મહત્ત્વપૂર્ણ માળખા સાથે નાગરિકોને મોટા પાયે રસી આપવા તૈયાર છે.

જ્યારે દેશ ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ રસીકરણ અભિયાન માટે તૈયાર થઈ રહ્યો છે, ત્યારે ભારતીય હોમ એપ્લાયન્સિસમાં અગ્રણી કંપની ગોદરેજ એપ્લાયન્સિસ કોવિડ-19 રસીના કોલ્ડ ચેઇન માટે સંપૂર્ણ સોલ્યુશન પ્રદાન કરવા સજ્જ છે.

મોટા ભાગની રસીની જેમ કોવિડ-19 રસીઓ પણ તાપમાન પ્રત્યે અતિ સંવેદનશીલ છે. ઓછું તાપમાન અને વધારે તાપમાન એમ બંને રસીની અસરકારકાતાને અસર કરે છે તથા રસીના બગાડ તરફ દોરી જાય છે. એની સીધી અસર નાગરિકોના સ્વાસ્થ્ય અને રસીકરણ કાર્યક્રમના ખર્ચ પર થાય છે. રસીકરણ અભિયાનની મોટી આર્થિક અસરને ધ્યાનમાં રાખીને કોલ્ડ ચેઇન સાથે સંબંધિત લોજિસ્ટિકલ સમસ્યાઓને કારણે રસીકરણ પ્રક્રિયામાં કોઈ પણ બગાડ કે એની અસરકારકતાને ટાળવી જોઈએ.

ભારતમાં કોવિડ-19 રસીનો સંગ્રહ કરવા તાતી માંગ પૂરી કરવા બ્રાન્ડ રસીનો સંગ્રહ કરવા રેફ્રિજરેટરની રેન્જ ધરાવે છે, જે 2થી 8 ડિગ્રી સે. વચ્ચે અતિ જરૂરી તાપમાન જાળવવા સક્ષમ છે અને હવે -20 ડિગ્રી સે. સુધી કૂલિંગ સાથે અત્યાધુનિક મેડિકલ ફ્રીજર્સ પણ ઓફર કરે છે. આ તાપમાનની રેન્જ ભારત દ્વારા પરીક્ષણ થયેલી કોવિડ-19ની વિવિધ રસીઓ માટે સંપૂર્ણપણે અનુકૂળ છે.

જ્યારે વિવિધ રસી વચ્ચે 5 મોખરાની રસીઓમાંથી 4 રસીઓનું ભારત માટે પરીક્ષણ થયું છે, જેને 2થી 8 ડિગ્રી સે. વચ્ચે સંગ્રહ કરવાની જરૂર છે (અત્યાર સુધી તમામ માટે ઉપલબ્ધ જાણકારી મુજબ), ત્યારે રસી પહોંચાડવાના કાર્યક્રમો માટે જરૂરી ડાઇલ્યુટન્ટ અને આઇસ પેકનો સંગ્રહ -20 ડિગ્રી સે. પર કરવાની જરૂર છે.

પેટન્ટ ધરાવતી સ્યોર ચિલ ટેકનોલોજીથી સક્ષમ ગોદરેજ મેડિકલ રેફ્રિજરેટર્સ વીજકાપ વચ્ચે પણ રસીને અસરકારક રીતે સાચવવા 2થી 8 ડિગ્રી. સે. તાપમાન વચ્ચે જાળવવામાં મદદરૂપ થશે.  વીજકાપના સંજોગોમાં આ રેફ્રિજરેટર આસપાસ 43 ડિગ્રી સે. હોવા છતાં 8થી 12 દિવસ સુધી રસીને ઉચિત તાપમાને જાળવી રાખશે.

વળી વીજળીનો પુરવઠો ન ધરાવતા વિસ્તારોમાં આ રેફ્રિજરેટર્સને ઇચ્છિત પરિણામ મેળવવા સૌર ઊર્જાથી ચલાવી શકાશે. બીજી તરફ, ગોદરેજ ડીપ ફ્રીઝર્સ ડી-આકારની કોપર રેફ્રિજરેટિંગ ટ્યુબ્સનો ઉપયોગ કરતી ડી-કૂલ ટેકનોલોજી સાથે સજ્જ છે, જે ઝડપી અને એકસમાન કૂલિંગ આપશે. વળી આ રેફ્રિજરેશનની ઊંચી ક્ષમતા પ્રદાન કરવા 5-સાઇડ કૂલિંગ માટે પેન્ટા કૂલ ટેકનોલોજી પણ ધરાવે છે.

આ ટેકનોલોજીઓ -20 ડિગ્રી સે. પર સચોટ કૂલિંગ જાળવવા અને 3થી 4 કલાકનો હોલ્ડ ઓવર ટાઇમ પ્રદાન કરવામાં મદદરૂપ થશે. રસી આપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સચોટ કૂલિંગ અને હોલ્ડ ઓવર ટાઇમ બંને મહત્ત્વપૂર્ણ જરૂરિયાતો છે. મુશ્કેલ સ્થિતિસંજોગો માટે અસરકારક ઉપકરણો બનાવવાના વર્ષોના અનુભવને પરિણામે અમારા મેડિકલ રેફ્રિજરેટર્સ 130 વોલ્ટના ઓછા સ્ટાર્ટ અપ વોલ્ટેજ સાથે કામ કરશે –

જે દેશભરમાં રસીકરણ માટે એને વધારે ઉચિત ઉપકરણ બનાવે છે. ગોદરેજ મેડિકલ રેફ્રિજરેટર્સ ભારતમાં બનેલા છે અને પર્યાવરણને અનુકૂળ (CFC, HFC અને HCFC મુક્ત) R600A અને વિશ્વમાં પર્યાવરણને સૌથી વધુ લાભદાયક R290 રેફ્રિજરન્ટનો  ઉપયોગ કરે છે, જે ગોદરેજની પર્યાવરણનું સંરક્ષણ કરવાના મૂલ્યને સુસંગત રીતે મહત્તમ ઊર્જાદક્ષતા પણ પ્રદાન કરશે.

બ્રાન્ડને કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો અને આંતરરાષ્ટ્રીય સહાયક સંસ્થાઓ પાસેથી લગભગ રૂ. 150 કરોડના મૂલ્યના વિવિધ ઓર્ડર મળ્યાં છે, જેનો એકમાત્ર ઉદ્દેશ કોવિડ-19 રસીનો સંગ્રહ કરવાનો છે. કંપની રસીકરણ અભિયાનમાં સામેલ થયેલી સરકારી કંપનીઓ પાસેથી પણ ઇન્ક્વાયરી મળી છે. ગોદરેજ એપ્લાયન્સિસે વધતી માંગને પૂર્ણ કરવા એની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10,000 એકમોથી વધારીને વાર્ષિક 35,000 એકમ કરી છે.

ગોદરેજ એન્ડ બૉય્સ દેશની સેવા કરવા, ખાસ કરીને મુશ્કેલ રોગચાળાના સ્થિતિસંજોગોમાં, તમામ પ્રકારના પ્રયાસોમાં એના પ્રયાસો દ્વારા પ્રતિબદ્ધ છે – પછી એ મેડિકલ ઉપકરણો હોય – હોસ્પિટલ બેડ એક્યુટર્સ અને વેન્ટિલેટર્સ માટે ઇલેક્ટ્રો-મેગ્નેટિક વાલ્વ્સ હોય,

અથવા ડિસઇન્ફેક્ટન્ટ ઉપકરણો હોય, જેનો ઉદ્દેશ ઘરે લોકોને સહીસલામત રાખવાનો હોય, અથવા ઓફિસોમાં લોકોને સલામત રીતે કામ કરવા સોશિયલ ડિસ્ટન્ટ જાળવવાનો હોય. જ્યારે દેશને સૌથી વધુ જરૂર છે, ત્યારે કંપનીને મેડ ઇન ઇન્ડિયા મેડિકલ રેફ્રિજરેટર્સ અને ફ્રીઝર્સ સાથે દેશની સેવા કરવા પર ગર્વ છે.

આ અંગે ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ શ્રી કમલ નાંદીએ કહ્યું હતું કે, “ગોદરેજ એપ્લાયન્સિસને વર્ષોથી રેફ્રિજરેશનમાં એની કુશળતાનો લાભ થયો છે અને મેડિકલ રેફ્રિજરેશનના ક્ષેત્રમાં એની કુશળતાને વધારી છે. અમને ગર્વ છે કે જ્યારે દેશને રસીનો સંગ્રહ કરવા અસરકારક કોલ્ડ ચેઇનની જરૂર છે, ત્યારે અમારી આ કુશળતા અત્યારે ઉપયોગી પુરવાર થાય છે. અમને આ કામ માટે પ્રદાન કરવાની ખુશી છે.

અમારા મેડિકલ રેફ્રિજરેટર્સ અને અમારા મેડિકલ ફ્રીઝર્સ અનુક્રમે 2 ડિગ્રી સે.થી 8 ડિગ્રી સે. અને -20 ડિગ્રી સે. તાપમાન પ્રદાન કરશે, જે ભારત માટે માન્ય થયેલી રસીઓને જાળવવા માટે જરૂરી છે. અમે હેલ્થકેર કોલ્ડ ચેઇનને મજબૂત કરવા વિવિધ હિતધારકો સાથે જોડાણ કર્યું છે તથા એનો ઉદ્દેશ ભારતને કોવિડ-19 રસી માટે તૈયાર કરવાનો તેમજ રસી સાથે સંબંધિત અન્ય પડકારોને અસરકારક રીતે ઝીલવાનો છે.”

ગોદરેજ એપ્લાયન્સિસના એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ અને ન્યૂ બિઝનેસ ડેવલપમેન્ટના હેડ શ્રી જયશંકર નટરાજને ઉમેર્યું હતું કે, “ભારતમાં કોવિડ-19 રસીઓ તાપમાન સંવેદનશીલ છે અને એની અસરકારકતા જાળવવા ચોક્કસ તાપમાને એનો સંગ્રહ કરવાની જરૂર છે. અમારા મેડિકલ રેફ્રિજરેટર્સ વીજકાપ વચ્ચે પણ સચોટ કૂલિંગ પ્રદાન કરવા ડિઝાઇન કરેલા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરના કડક WHO PQS સર્ટિફિકેશન સ્ટાન્ડર્ડ ધરાવે છે.

દેશમાં બહોળા સર્વિસ નેટવર્ક સાથે કૂલિંગ ઉદ્યોગમાં અમારી 62 વર્ષની કામગીરીએ અમને આ મહત્ત્વપૂર્ણ હેલ્થકેર પડકારને ઝીલવા ઝડપી અને વિશ્વસનિય સેવા પ્રદાન કરવા સક્ષમ બનાવ્યાં છે. અત્યારે વધતી માંગને પૂર્ણ કરવા અમે આ સ્પેશ્યલાઇઝ પ્રોડક્ટ્સની અમારી ઉત્પાદન ક્ષમતામાં 250 ટકા સુધીનો વધારો કર્યો છે. સરકાર અને હેલ્થકેર વર્કર્સ સાથે સંયુક્તપણે અમે લાખો લોકોના જીવનને બચાવવા કોવિડ-19 રસીનું વિતરણ કરવા છેવાડાના માનવીનું રસીકરણ કરવા પ્રતિબદ્ધ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.