કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
દેશમાં કોવિડ-19ના કુલ 18,601 કેસોની પુષ્ટિ થઇ છે. અત્યાર સુધીમાં 3252 એટલે કે કુલ કેસમાં 17.48% દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોવિડ-19ના કારણે દેશમાં કુલ 590 લોકોનાં મૃત્યુ થયા છે. નથી. 23 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના 61 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોઇ નવો કેસ નોંધાયો નથી. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (CSIR) દ્વારા કોવિડ-19 દર્દીઓનો મૃત્યુ દર ઘટાડવા માટે દવાની કાર્યદક્ષતાનું મૂલ્યાંકન કરવા રેન્ડમાઇઝ્ડ, બ્લાઇન્ડેડ, દ્વીભૂજ, સક્રીય કમ્પેરેટર નિયંત્રિત તબીબી પરીક્ષણની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય વિભાગોને પત્ર લખીને જાણ કરી છે કે, બ્લડ બેંકોમાં પૂરતા પ્રમાણમાં લોહીને પૂરવઠો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.