કોવિડ-19 રોગચાળામાં પોલીકેબ ઇન્ડિયા નફાકારકતામાં સુધારા સાથે વૃદ્ધિના માર્ગે ફરી અગ્રેસર
નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 6 ટકા ઘટીને રૂ. 2113.7 કરોડ થઈ
મુંબઈ, પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ (BSE: 542652, NSE: POLYCAB)એ આજે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા બીજા ત્રિમાસિક ગાળા અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે એના કુલ પરિણામોની જાહેરાત કરી હતી. કોવિડ-19 રોગચાળા વચ્ચે પણ કંપપનીએ નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં સારો નફો કર્યો છે, જે સંવર્ધિત નફાકારકક્ષમતા સાથે વૃદ્ધિ ફરી થઈ હોવાનું દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2020-21માં કંપનીએ 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 2113 કરોડની આવક કરી છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં થયેલી આવકની સરખામણીમાં 6 ટકા ઓછી છે. કંપનીએ 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કરવેરાની ચુકવણી પછીનો નફો (પીએટી) રૂ. 221.6 કરોડ કર્યો હતો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના પીએટી કરતાં 14 ટકા વધારે હતો.
આ કામગીરી પર પોલીકેબ ઇન્ડિયા લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ઇન્દર ટી જયસિંઘાનીએ કહ્યું હતું કે, “અમે પડકારજનક વ્યવસાયિક વાતાવરણના સંદર્ભમાં બીજા ત્રિમાસિક ગાળામાં અમારી કામગીરીથી ખુશ છીએ. માગનો સંપૂર્ણ ટ્રેન્ડ પ્રોત્સાહનજનક છે અને વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરતા અમારા ઘણા ઉપભોક્તાએ ગયા વર્ષની સરખામણીમાં વૃદ્ધિ જોવાની શરૂઆત કરી છે.
સાથે સાથે અમે લાંબા ગાળા માટે બ્રાન્ડ ડેવલપમેન્ટ અને નવીન પહેલો પર બાર્ગેનિંગ કર્યા વિના નફાકારકતા વધારવા કમર કસી છે. જ્યારે અમને લાંબા ગાળા માટે આર્થિક સંભવિતતા મજબૂત હોવાની આશા છે, ત્યારે સરકારી પહેલો અને ઉપભોક્તાના સેન્ટિમેન્ટમાં સુધારો આગામી મહિનામાં ટેકો આપવી જોઈએ. અમે ઇલેક્ટ્રિકલ્સ સ્પેસમાં અમારી બ્રાન્ડને વધારે મજબૂત કરવા અને શેરધારકને લાંબા ગાળાનું મૂલ્ય આપવા પર ધ્યાન જાળવી રાખીશું.”
નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગૂડ્સ (એફએમઇજી)નો વ્યવસાય વાર્ષિક ધોરણે 25 ટકા વધીને રૂ. 244 કરોડ થયો હતો, જે નાણાકીય વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 195.6 કરોડ હતો. પ્રાઇસિંગ કામગીરી, પ્રીમિયમાઇઝેશન અને કાર્યકારી મૂડીના હસ્તક્ષેપના કારણે આંતરિક ખર્ચમાં વધારો થવા છતાં બીજા ત્રિમાસિક ગાળામાં નફાકારકતામાં તીવ્ર વધારો થયો હતો.
નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં વાયર્સ અને કેબલ્સનો વ્યવસાય વાર્ષિક ધોરણે 7 ટકા ઘટીને રૂ. 1740.8 કરોડ થયો હતો, જે નાણાકીય વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 1881.1 કરોડ હતો. આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાની સાથે વ્યવસાયે સુધારો દર્શાવ્યો હતો. B2C વાયર્સ અને નિકાસે સારી ગતિ જાળવી રાખી છે.