કોવિશિલ્ડના નકલી વર્ઝનની ઓળખનો WHOનો દાવો

નવી દિલ્હી, કોરોના વિરુદ્ધની લડાઇમાં વેક્સિન સૌથી સટીક હથિયાર મનાઇ રહ્યું છે, ભારત સહિત તમામ દેશો વેક્સિનેશન પર ભારે ભાર આપી રહ્યાં છે. આ દરમિયાન કોવિશીલ્ડની નકલી વેક્સિનને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, કોવિશીલ્ડના નકલી વર્ઝનની ઓળખ કરાઇ છે. બીબીસીના અહેવાલમાં આ જાણકારી અપાઇ છે. ડબ્લ્યૂએચઓએ એક નિવેદનમાં કહ્યું કે, જુલાઇ અને ઓગસ્ટ વચ્ચે ભારત અને આફ્રીકામાં અધિકારીઓએ ડોઝ જપ્ત કર્યા છે.
સાથે જ કહેવામાં આવ્યું કે, વેક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ પુષ્ટી કરી કે ડોઝ નકલી હતા. ડબ્લ્યૂએચઓએ ચેતવણી આપી છે કે, નકલી રસી દુનિયાના જાહેર સ્વાસ્થ્ય માટે ખતરો પેદા કરે છે. કોવિશીલ્ડ એસ્ટ્રેજેનેકાની વેક્સિનનું ભારતીય નિર્મિત વર્ઝન છે અને અત્યાર સુધી ૪૮.૬ કરોડથી વધુ ડોઝ સાથે ભારતમાં સૌથી વધુ ઉપયોગ કરાયેલી રસી છે.
અત્યાર સુધી સુરમ દ્વારા એશિયા, આફ્રીકા અને દક્ષિણ અમેરિકાના દેશોને કોવિશીલ્ડ વેક્સિનના લાખો ડોઝ સપ્લાય કરવામાં આવ્યા છે. વિવિધ સરકારો અને ગરીબ દેશો માટે વૈશ્વિક કોવેક્સ યોજના સાથે કરાયેલા કરારના ભાગરૂપે આ સપ્લાય કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, ભારત કોરોનાથી દુનિયાનો બીજાે સૌથી ખરાબ રીતે પ્રભાવિત દેશ છે. ભારતનો લક્ષ્યાંક છે કે આ વર્ષના અંત સુધી તમામ લોકોને રસી આપવામાં આવે.SSS