Western Times News

Gujarati News

કોવિશિલ્ડનો એક ડોઝ કંપની રૂ. ૨૫૦માં સરકારને આપશે

Files Photo

પૂણે: દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની વેક્સીનને લઈને ભારતની જ દિગ્ગજ કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ સારા સમાચાર આપ્યા છે. સિરમના જણાવ્યા પ્રમાણે તેની રસી સૌથી પહેલા ભારતને આપવામાં આવશે. તેવી જ રીતે તેના સપ્લાયને લઈને કોન્ટ્રાક્ટની પણ સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. સિરમે તેની કોરોના વેક્સીનની કિંમત પણ જાહેર કરી દીધી છે જે સૌથી સસ્તી છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કેન્દ્ર સરકારની સાથે કોરોના વેક્સિન-કોવિશીલ્ડના સપ્લાઈ-કોન્ટ્રેક્ટ પર સાઇન કરવાની છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેઓ સરકારને એક ડોઝ રૂ. ૨૫૦માં આપશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના આદર પુનાવાલાએ કહ્યું હતું કે, તેમની કંપની તરફથી ભારતમાં કોવિશીલ્ડ માટે ઈમર્જન્સી યુઝની મંજુરી માંગવામાં આવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટૂંક સમયમાં જ આ વિશે કોઈ ર્નિણય લેવામાં આવશે. ઈમર્જન્સી યુઝની અપ્રૂવલની પ્રોસેસ પહેલાં જ ઝડપી બનાવી દેવામાં આવી છે. જાે બધું બરાબર રહેશે તો જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ જશે.

અદાર પૂનાવાલાએ પહેલાં જ કહ્યું હતું કે વેક્સિનનો એક ડોઝ ભારતના પ્રાઈવેટ બજારમાં રૂ. ૧,૦૦૦માં મળશે. જાેકે સરકાર સાથે જથ્થાબંધ સપ્લાઇ ડીલમાં કિંમત થોડી ઓછી હશે. કંપની તરફથી પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે, સરકાર વેક્સિનની કિંમત ૩ ડોલર અથવા રૂ. ૨૨૫થી ૨૫૦ રાખશે.

પૂનાવાલાએ એવું પણ કહ્યું હતું કે, આ રસી સૌથી પહેલા ભારતમાં પુરી પાડવામાં આવશે. ભારતમાં પુરતા પ્રમાણમાં વેક્સીન અપાયા બાદ જ દુનિયાના અન્ય દેશોમાં તેની સપ્લાઈ પુરી પાડવામાં આવશે. કોવિશીલ્ડને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ સાથે મળીને તૈયાર કરી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે જ તેની ફેઝ ૨/૩ની ટ્રાયલ્સ કરાવી છે. સીરમ ઉપરાંત સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવનાર હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે પણ તેમની વેક્સિન માટે સરકાર પાસે ઈમર્જન્સી યુઝની મંજુરી માગી છે.

આ વેક્સિનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને તૈયાર કરી છે. તેની કિંમત શું હશે એ વિશે હજી કોઈ ર્નિણય લેવાયો નથી. તેમ છતાં આ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. ૩૦૦-૪૦૦ હોવાની શક્યતા છે. આમ ભારતમાં જ ઘર આંગણે તૈયાર થનારી કોરોનાની વેક્સીન ખુબ જ સસ્તી હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.