કોવિશિલ્ડ અને કોવેક્સિન બંન્ને સલામત, અસરકારક છેઃસર્વેનું તારણ

Files Photo
(એજન્સી) અમદાવાદ, કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ અને કોવેક્સિન બંન્ને રસી લીધા પછી તેની અસરનો તાગ મેળવવા હાથ ધરાયેલા દેશવ્યાપી સર્વેક્ષણમાં બંન્ને રસી સલામત અને કાર્યક્ષમ જણાઈ રહી છે. આ રસીનો પ્રથમ અને બીજાે ડોઝ લીધા પછી એન્ટી બોડી પ્રતિસાદનો અંદાજ મેળવવા માટે વિવિધ વર્ગોને આવરી લેતી દેશવ્યાપી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
આ અભ્યાસમાં પ૧પ હેલ્થકેર વર્કર્સને આવરી લેવામાં આવ્યા હતા. આ અભ્યાસ કોલકતાના ડો.એ.કે.સિંઘ, અમદાવાદના ડો.રાજીવ ફાટક, ધનબાદના ડો.એન.ક.સિંઘ, અને જયપુરના ડોછ.અરવિંદ ગુપ્તા અને અન્ય ડોક્ટરોએ હાથ ધર્યો હતો.
સ્પાઈક પ્રોટીન સામેના એન્ટી બોડીનો અંદાજ અમદાવાદની નોબર્ગે સુપ્રાટેક લેબોરેટરીમાં મેળવવામાં આવ્યો હતો. ડો.સંજીવ ફાટક જણાવે છે કે ‘અમને આ અભ્યાસમાં સામેલ થનારા ૯પ ટકા લોકોમાં તેમણે રસીનો બીજાે ડોઝ લીધાના ર૧ દિવસ પછી સારા એન્ટી બોડી પ્રતિસાદ જાેવા મળ્યા હતા.
આ રસીના પરિણામે સારી પોઝીટીવીટી જાેવા મળી હતી. ત કોવિશિલ્ડ રસી લેનારમાં ૯૮ ટકા અને કોવેક્સિન લેનારમાં ૮૦ ટકા જાેવા મળી હતી. આ અભ્યાસના તારણમાં જાણવા મળ્યુ છે કે કોવિશિલ્ડ અને કોવેક્સિન બંન્ને રસી સલામત છે. કારણ કે બંન્ને ડોઝ લઈ ચુકેલા પ૧પ હેલ્થકેર વર્કર્સને કોઈપણ આડઅસર જાેવા મળી નથી.
આ અભ્યાસમાં એવું પણ તારણ આવ્યુ છે કે બ્રેક થૃ ઈન્ફેકશન રેટ એટલે કે બંન્ને ડોઝ લીધા પછી કોરોનાનો ચેપ લાગવાનો દર કોવિશિલ્ડના કેસમાં પ.પ ટકા અને કોવેક્સિનના કેસમાં ર.ર ટકા જાેવા મળ્યુ હતો. ડો.ફાટક વધુમાં જણાવે છે કે ‘તબીબી ક્ષેત્રે કોઈ અન્ય સંશોધન અંગે પ્રગતિ થાય નહીં ત્યાં સુધી રસીકરણ એ કોરોના વાયરસથીદરેકને બચાવવા માટેની એક માત્ર માંગ છે.
અને તે પણ દરેક વ્યક્તિને રસી આપવામાં આવે તો જ. કોવિશિલ્ડ અને કોવેક્સિન બંન્ને રસી માટેના તારણો એક સરખા છે. અને લોકોને જે કોઈ રસી સુલભ હોય તે રસી લેવી જાેઈએ. ’ આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના ર૩.૦૪ કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે. જેમાં ૪.પ૦ કરોડ લોકોએ બંન્ને ડોઝ લઈ લીધા છે.