કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી દવાની દુકાનમાંથી પણ મળશે?
(એજન્સી) નવીદિલ્હી, કોરોનાની કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી ટૂૃક સમયમાં ઓપન માર્કેેટમા પણ મળી શકે છે. સેન્ટ્રલ ડ્રગ ઓથોરીટીની સબજ્ક્ટ (એક્ષપર્ટ કમિટી (એસઈસી) એ આ રસીઓને રેગ્યુલર માર્કેટ અપૃવલ આપવાની ભલામણ કરી છે. હાલ દેશમાં તેમના ઈમરજન્સી યુઝને જ મંજુરી છે.
માર્કેટ એપૃવલ મળવાથી કોઈ પૂર્વ શરત વિના રસી લઈ શકાશે. સુત્રોના જણાવ્યા અનુસાર ૧૪મી જાન્યુઆરીએ એસઈસીની બેઠક મળી હતી. પણ તેમાં ડેટાની સમીક્ષાનું કામ પૂર્ણ નહોતુ. થઈ શક્યુ. બુધવારે પણ બેઠક જારી રહી અને એમ જણાયુ કે બંન્ને રસીને ફૂલ લાયસન્સ આપવા પૂરતો ડેટા છે.
એસઈસીએ કંપનીઓને ફૂલ માર્કેટ એપૃવલની ભલામણ કરી છે. હૈદ્રાબાદ સ્થિત કંપની ભારત બાયોટેકે ગયા અઠવાડીયે તેની કોવેક્સિન માટે માર્કેટ એપૃવલ માંગ્યુ હતુ. પૂણેની કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાએ પણ તેની કોવિશિલ્ડ માટે માર્કેેેટ એપૃવલ માંગ્યુ હતુ. તેના જવાબમાં ડીસીજીઆઈએ વધુ માહિતી માંગી હતી.
જેે તેને ગયા સપ્તાહે જ સોંપાઈ હતી. દેશમાં હાલ લોકોને વિના મૂલ્યે અપાતી કોરોનાની રસીઓમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનનો જ ઉપયોગ થઈ રહ્યો છે. ૮૮ ટકા લોકોને કોવિશિલ્ડ અને ૧ર ટકા લોકોને કોવેક્સિન અપાઈ છે.