કોવિશિલ્ડ લેનારને બુસ્ટર ડોઝની જરૂર નથી
નવી દિલ્હી, દેશમાં કોરોનાના વેકસીનેશનમાં સિંગલ ડોઝનો પ્રથમ રાઉન્ડ પુરો થઈ ગયો છે અને હવે બીજા ડોઝ માટેની કામગીરી ચાલુ છે ત્યાં જ જે રીતે ડબલ ડોઝ લેનાર પણ ફરી સંક્રમણના લક્ષણ જાેવા મળતા જ બુસ્ટર ડોઝની ચર્ચા થઈ રહી છે.
વિશ્વના અનેક દેશોમાં બુસ્ટર ડોઝ અપાઈ પણ રહ્યા છે જે વચ્ચે જે દેશોમાં હજુ પ્રથમ ડોઝ માટે પણ પુરતી વેકસીન મળી નથી તેમની હાલત અંગે પણ પ્રશ્ર સર્જાય છે. આ વચ્ચે ભારતમાં હાલમાં જ ગુજરાત સહિતના રાજયોમાં કોરોનાની વેકસીનથી એન્ટીબોડીનું પ્રમાણ જાણવા વર્લ્ડ ઈમ્યુનીટી સર્જાઈ છે કે
કેમ તે અંગે માહિતી મેળવવા જે સીરો સર્વે થયો તેમાં એવું તારણ અપાશે કે જેઓએ કોવિશિલ્ડ વેકસીન લીધી છે અને બે ડોઝ વચ્ચે ૧ર સપ્તાહનું અંતર રાખ્યુ છે. તેઓએ વધુ સારી ઈમ્યુનીટી સર્જાઈ છે અને તેઓએ કમસેકમ હાલ બુસ્ટર ડોઝ લેવાની જરૂર નથી.
ભારતમાં વેકસીનના બે ડોઝ વચ્ચેના અંતરના મુદ્દે પણ પ્રશ્રો સર્જાયા હતા. સરકાર વેકસીનની સમયની અછતને કારણે બે ડોઝ વચ્ચે અંતર રાખીને વેકસીનની ઉપલબ્ધતા સરળ બનાવે છે તે નિશ્ચિત કરવા માંગતી હતી તેવા દાવા થયા હતા પણ નિષ્ણાંતના જણાવ્યા મુજબ બે ડોઝ વચ્ચેનું વધુ અંતર એ એન્ટીબોડી બનવા માટે પણ મહત્વનું છે.
સરકારે આ આધારે જ બે વખત બે ડોઝ વચ્ચેનું અંતર વધાર્યુ છે અને હાલમાં તેમાં કોઈ ફેરફાર થશે નહી. હવે આ ડેટા તુર્તમાં જ આરોગ્ય મંત્રાલયને સોપાશે જેથી દેશમાં વેકસીનેશનની નીતિ બની શકે છે અને સરકારને જે ડેટા મળ્યા છે તેના આધારે હવે વેકસીનના બે ડોઝ વચ્ચેનો ગેપ ઘટાડાય તેવી કોઈ શકયતા નથી. (એન.આર.)