કોવિશિલ્ડ વેક્સિનને સિંગલ ડોઝ રાખવા વિચારણા, વેક્સિન મિક્સિંગ પર પણ અભ્યાસ
સિરમ ઇન્સ્ટીટયુટની કોરોના વેક્સિનન કોવિશિલ્ડને ભવિષ્યમાં સિંગલ શોટ બનાવવા વિચારણા ચાલી રહી છ. કોવિશિલ્ડ ઉપરાંત દેશમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર થયેલી વેકસિન પણ અપાઈ રહી છે. બંન્ને વેક્સિન બે ડોઝમાં આપવામાં આવે છે. પરંતુ મળતી માહિતી અનુસાર આવનારા સમયમાં કોવિશિલ્ડ વેક્સિનને સિંગલ ડોઝ રાખવામાં આવશે.
તેના પર ચર્ચા ચાલી રહી છે. તે હેતુસર કોવિશિલ્ડનો સિંગલ ડોઝ જ વાઈરસ સામે ે પ્રભાવશાળી લડત આપવા પૂરતો છે. કે કેમ? એ વાતની સમીક્ષા થઈ રહી છે. હકીકતે જાેન્શન એન્ડ જાેન્શન , સ્પુતનિક લાઈટ અને કોવિશિલ્ડ વક્સિન એક જ પ્રક્રિયાથી તૈયાર થયેલી છે.
જાેન્સન એન્ડ જાેન્સન અને સ્પુતનિક લાઈટ સિંગલ ડોઝ વેક્સિન જ છે. એવામાં એ વાતની સમીક્ષા થઈ રહીછ ે કે એવી જ પ્રોસેસથી તૈયાર થયેલી કોવિશિલ્ડ વેક્સિનેનો સિગલ શોટ પણ પ્રભાવશાળી રહી છે કે નહીં. જાે રીસર્ચ સફળ રહેશે તો સરકારને બમણી વસ્તીને કોવિશિલ્ડ વેક્સિનથી જ આવરી લેવામાં મદદ મળી રહેશે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં સરકારે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર પણ વધારીને ૧ર થી ૧૬ સપ્તાહનું કરી દીધુ છે. આરંભમાં આ અંતર એક મહિનો જ નક્કી કરાયુ હતુ. એ ઉપરાંત કેન્દ્ર સરકારે સલાહ આપતા જણાવ્યુ હતુ કે પ્રથમ ડોઝ લીધા પછી કોઈ કોરોના પ્રભાવિત થાય તો બીજાે ડોઝ ત્રણ મહિના બાદ લેવાનો રહે છે.
એ ઉપરાંત વિવિધ વેક્સિન વિશે પણ અભ્યાસ ચાલી રહ્યો છે. બે વેક્સિનનું મિશ્રણ તૈયાર કરવા પણ વિચારણા ચાલી રહી છે. એ માટે એક ડોઝ કોઈ એક વેક્સિન બીજાે ડોઝ કોઈ બીજી વેક્સિનનો મેળવીને એના પરિણામોની સમીક્ષા થઈ રહી છે.