કોવિશીલ્ડનું ઉત્પાદન કરનારી કંપનીના ડિરેક્ટરે વેક્સિનની અછત માટે સરકારને જવાબદાર ઠેરવી
નવીદિલ્હી: દેશનાં ઘણાં રાજ્યોમાં વેક્સિનની અછત હોવાના અહેવાલો વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે એક મોટું નિવેદન આપ્યું છે. દેશમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનું ઉત્પાદન કરનારી કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે વેક્સિનની અછત માટે સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું હતું કે જ્યારે સરકારે વેક્સિનેશન ડ્રાઈવમાં વધારો કર્યો હતો ત્યારે વેક્સિનની ઉપલબ્ધ સ્ટોક અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખી ન હતી.
એક કાર્યક્રમ દરમિયાન જાધવે કહ્યું હતું કે ભારત સરકારે ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને વેક્સિનેશન કાર્યક્રમમાં લોકોને પ્રાધાન્યતા આપવી જાેઈતી હતી. તેમણે કહ્યું હતું કે શરૂઆતમાં ૩૦ કરોડો લોકોને વેક્સિન આપવામાં આવવાની હતી, જેના માટે ૬૦ કરોડ ડોઝની જરૂર હતી.તેમણે કહ્યું હતું
અમે લક્ષ્ય સુધી પહોંચીએ એ પહેલાં જ સરકારે ૪૫ વયના તમામ લોકોને વેક્સિનની સાથે સાથે ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશન શરૂ કરી દીધું હતું. સરકારને પણ જાણ હતી કે અમારી પાસે વેક્સિનનો આટલો સ્ટોક નથી. આ વાતથી અમે એ શીખ્યા કે આપણે ઉત્પાદનની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખવી જાેઈએ અને એનો ઉપયોગ ન્યાયપૂર્વક રીતે કરવો જાેઈએ.
જાધવે કહ્યું હતું કે વેક્સિનેશન જરૂરી છે, પરંતુ લોકોને વેક્સિનનો ડોઝ મળ્યા પછી પણ સંક્રમણ લાગી રહ્યું છે, તેથી લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. વેક્સિનેશન બાદ પણ લોકો કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરે. તેમણે કહ્યું હતું કે વેક્સિન વેરિયન્ટના ડબલ મ્યૂટેન્ટ પર પણ અસરકારક છે. તેમ છતાં પણ વેરિયન્ટ વેક્સિનેશનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે