Western Times News

Gujarati News

કોવિશીલ્ડ વેક્સીન લેનારને યુરોપમાં નો એન્ટ્રી, જલ્દી સમસ્યા ઉકેલીશુ : પૂનાવાલા

નવીદિલ્હી: કોરોના વાયરસથી બચાવ માટે વેક્સીન જ એકમાત્ર ઉપાય છે. પહેલા કોવિશીલ્ડ વિશે કહેવામાં આવી રહ્યુ હતુ કે તેને લગાવવાથી વિદેશ મુસાફરી કરવામાં કોઈ સમસ્યા નહિ થાય પરંતુ યુરોપ મુસાફરી કરનારા માટે મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. યુરોપીય યુનિયને કોવિશીલ્ડને મંજૂરી આપી ન હોવાથી ગ્રીન પાસ નહિ મળે અને યુરોપ જતા લોકોને મુશ્કેલી થવાની સંભાવના છે. આ બધી શંકાઓ વચ્ચે સીરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ આ અંગે એક ટિ્‌વટ કરીને નિવેદન જાહેર કર્યુ છે.

કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ આશ્વાસન આપ્યુ છે કે આ મામલાને તેમની કંપની જલ્દી ઉકેલી લેશે. અદાર પૂનાવાલાએ સોમવારે ટિ્‌વટ કરીને લખ્યુ કે મને જાણવા મળ્યુ છે કે ભારતીયોએ કોવિશીલ્ડ લગાવી છે તેમને યુરોપના દેશોની યાત્રા કરવામાં મુશ્કેલી આવી શકે છે. પૂનાવાલાએ આગળ લખ્યુ કે હું ભરોસો આપુ છુ કે આ મુશ્કેલીને હું જલ્દી ઉકેલી લઈશ. પૂનાવાલાએ કહ્યુ કે એસ્ટ્રાજેનેકા-ઑક્સફૉર્ડ વેક્સીન બાદ અધિકારીઓ સાથે વાત કરી છે જેને તેમની કંપની દ્વારા નિર્મિત કરવામાં આવી રહી છે. મને અહેસાસ છે કે ઘણા ભારતીયો જેમણે કોવિશીલ્ડ લીધી છે

તેમને યુરોપીય સંઘની યાત્રા સાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હું બધાને વિશ્વાસ આપુ છુ કે મે આને ઉચ્ચતમ સ્તરે ઉઠાવ્યો છે અને આશા છે કે આ મામલાને જલ્દી બંને નિયામકો અને રાજકીય સ્તરે ઉકેલવામાં આવશે.
વર્તમાનમાં યુરોપીય મેડિસિન એજન્સી(ઈએમએ) દ્વારા માત્ર ચાર રસીને મંજૂરી આપવામાં આવી છે અને તેમનો ઉપયોગ યુરોપીય સંઘના સભ્ય રાજ્યો દ્વારા પ્રમાણપત્ર જાહેર કરવા માટે કરવામાં આવી શકે છે. એસ્ટ્રાજેનેકા-ઑક્સફૉર્ડ અને જૉનસનના જેનસેન દ્વારા ફાઈઝર/બાયોટેક, મૉડર્ન અને વેક્સજેરવિરિયાની કૉમિરનેટી. વળી, ભારતમાં મોટાભાગના લોકોએ કોવિશીલ્ડ જ લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.